જુગારીઓના બે દુડા સામે પોલીસના ત્રણ એક્કા : મોરબી, વાંકાનેરમાં પાના ટીચતા 19 ઝડપાયા

- text


શ્રાવણીયા જુગાર સામે પોલીસની સતત કાર્યવાહી

ત્રણ દરોડામાં અડધો લાખથી વધુ રોકડ કબ્જે

મોરબી : મોરબી જિલ્લામાં શ્રાવણીયો જુગાર બંબાટ ચાલી રહ્યો છે ત્યારે જુગરીઓના ડબલ દુડા સામે પોલીસે દરોડાના ત્રણ એક્કા કાઢતા ગઈકાલે મોરબી વાંકાનેરમાં જુદા-જુદા ત્રણ દરોડામાં 19 જુગારીઓ અડધા લાખથી વધુની રોકડ સાથે ઝડપાઇ ગયા હતા જે પૈકી એક જુગારી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

જુગારના પ્રથમ દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે નજરબાગ રેલ્વે સ્ટેશન સામે બાવળની કાંટમાં દરોડો પાડી અયુબભાઇ કાસમભાઇ પઠાણ, ચંદુલાલ લાલજીભાઇ સનારીયા, રાયધનભાઇ મોહનભાઇ સાતોલા, ચંદુભાઇ પોપટભાઇ સીરોહીયા, કેશુભાઇ લાખાભાઇ ચાવડા, રતિલાલભાઇ અરજણભાઇ પરમાર, હરીભાઇ કલાભાઇ મકવાણા, હનીફભાઇ ઇસ્માઇલભાઇ જુણેજા અને વસંતભાઇ ગોવિદભાઇ ચાવડાને જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂ.૩૮,૭૦૦ કબ્જે કરી તમામ જુગરીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો

- text

જ્યારે બીજા દરોડામાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે અરૂણોદય સર્કલ નજીક ભીમસર વિસ્તારમાં આવેલ વાઘજીઠાકોરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલ ગોવિંદભાઇ નાથાભાઇ વિકાણી, મેરામભાઇ કરશનભાઇ દેલવાણીયા, રાયધનભાઇ કરશનભાઇ દેલવાણીયા, નરેશભાઇ માનસીંગ આમેણીયા અને મહેન્દ્રભાઇ વિરમભાઇ કુંઢીયાને રોકડા રૂપીયા.૧૧૨૬૦ સાથે ઝડપી લઈ જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

ત્રીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસ ટીમે ધમલપર ગામે પ્રાથમિક શાળા પાછળ દરોડો પાડી જુગાર રમતા દિનેશભાઇ ગોવિંદભાઇ મોરવાડીયા, અજીતભાઇ પ્રતાપભાઇ અબાસણીયા, મહેશભાઇ કરશનભાઇ ચાવડા, કલ્પેશભાઇ ગાંડુભાઇ તલસાણીયા અને અર્જુનભાઇ પ્રતાપભાઇ અબાસાણીયાને રોકડ રકમ રૂપિયા 7540 સાથે ઝડપી લીધા હતા. જ્યારે દરોડા દરમિયાન આરોપી રવિભાઇ શંકરભાઇ કાંજીયા નાસી છૂટતા પોલીસે તમામ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધી નાસી છૂટેલા આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text