ટીબંડીના પાટિયા પાસે પુલ પરથી ડમ્પર નીચે નદીમાં ખાબકયું

- text


સદભાગ્યે જાનહાની ટળી, પણ થોડીવાર માટે ટ્રાફિકજામ સર્જાયો

મોરબી : મોરબીના ટીબંડી ગામના પાટિયા પાસે પુલ પરથી ડમ્પર નીચે કાલીન્દ્રી નદીમાં ખાબકયું હતું. જોકે આ ઘટનામાં સદભાગ્યે જાનહાની ટળી હોવાના અહેવાલ મળ્યા છે. પણ આ ઘટનાને પગલે હાઇવે ઉપર થોડીવાર માટે ટ્રાફિકજામ થયો હતો.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી 8 એ નેશનલ હાઇવે ઉપર ટીબંડી ગામના પાટિયા પાસે કાલીન્દ્રી નદીના પુલ પરથી આજે સવારે એક મસમોટું ડમ્પર પસાર થઈ રહ્યું હતું. ત્યારે ડમ્પર ચાલકે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બેકાબુ બનેલું ડમ્પર પુલની રેલિંગ તોડી નીચે કાલીન્દ્રી નદીમાં ખાબકયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ઘટનામાં સદનસીબે કોઈને જાનહાની થઈ નથી. પરંતુ આ ઘટનાને પગલે થોડીવાર માટે પુલ પર ટ્રાફિકજામ સર્જાયો હતો અને લોકો ઉમટી પડ્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text