હળવદના શાંતાબાની પ્રમાણિકતા : બે તોલાનો સોનાનો ચેઈન પરત કર્યો

- text


હળવદ : હળવદ શહેરના શંકરપરા વિસ્તારમાં રહેતા શાંતાબેન નામના પ્રૌઢ મહિલાને શહેરના આંબેડકર સર્કલ પાસેથી બે તોલાનો સોનાનો ચેઈન મળ્યા બાદ મૂળ માલિકને પરત કરી કોઈ પણ જાતનો આર્થિક લાભ લેવાનો ઇન્કાર કરી પ્રમાણિકતા બતાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ શહેરના શંકરપરા વિસ્તારમાં રહેતા શાંતાબેન ચતુરભાઈ કણજરીયા બજારમાં કોઈ કામ અર્થે ગયા હતા ત્યારે અંદાજે એકાદ લાખની કિંમતનો બે તોલા સોનાનો ચેઇન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસેથી મળ્યો હતો. જેથી તેઓએ આજુબાજુના લોકોને જાણ કરેલ હતી.

- text

બાદમાં શાંતાબેનને મળેલો આ ચેઇન હળવદમાં જ રહેતા ભરતભાઈ લખમણભાઇ કણજરીયાનો હોવાનું અને તેઓ ખેતીની દવા લેવા માટે ટીકર રોડ બાજુ ગયા હોય અને તે અરસામાં ચેઈન પડી ગયો હોવાનું જણાતા શાંતાબેને ખરાઈ કરી ભરતભાઈને રૂપિયા એકાદ લાખની કિંમતના ચેઈનને કોઈ પણ જાતના લાભની આશા રાખ્યા વગર પરત કરી પ્રમાણિકતા દાખવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text