માળીયા મિયાણાનું મંદરકી ગામ છેલ્લા 15 દિવસથી તરસ્યું

- text


કેનાલમાં પાણી બંધ થવાથી રીતસર પાણી માટે વલખા મારતા ગામલોકો અને પશુઓ, ઘાટીલા કે ખીરાઈ સંપમાંથી પાણી મળે તેવી વ્યવસ્થા કરવા સરપંચની માંગણી

માળીયા : માળીયા મિયાણા તાલુકાનું છેવાડેનું ગામ મંદરકી છેલ્લા 15 દિવસથી તરસ્યું હોવાની ગંભીર સ્થિતિ સામે આવી છે. પાણીના અન્ય સ્ત્રોત ન હોય અને હાલના મુખ્ય સ્ત્રોત સમાન કેનાલ પણ બંધ થતાં મંદરકી ગામે 15 દિવસથી જળ કટોકટી સર્જાઈ છે. કેનાલમાં પાણી બંધ થવાથી રીતસર પાણી માટે ગામલોકો અને પશુઓ રીતસર ટળવળી રહ્યા છે. આવા સંજોગોમાં ઘાટીલા કે ખીરાઈ સંપમાંથી પાણી મળે તેવી વ્યવસ્થા કરવા સરપંચે માંગણી કરી છે.

માળીયા તાલુકાના મંદરકી ગામે 15 દિવસથી સર્જાયેલી પાણીની આફત અંગે ગામના સરપંચ ભીમજીભાઈ અગેચણીયાએ જણાવ્યું હતું કે, તેમના ગામમાં બનાવેલી પાણીની ટાંકીમાં ઘાટીલા કે ખીરાઈ સંપમાંથી પાણી આવી શકે એવો કોઈ સ્ત્રોત નથી. જેથી ગામમાંથી નીકળતી નર્મદા કેનાલમાંથી જ ગામની પાણીની ટાંકી ભરવામાં આવે છે અને બાદમાં પાણીની ટાંકીમાંથી ગ્રામજનોને પાણી વિતરણ કરવામાં આવે છે. પરંતુ હાલ છેલ્લા 15 દિવસથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી. પરિણામે કેનાલ બંધ હીવથી તેમનું ગામ છેલ્લા 15 દિવસથી તરસ્યું છે.

- text

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તેમના ગામમાં હાલ 300 લોકો રહે છે અને 600 જેટલા પશુઓ છે. આથી આ ગામ પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર છે.તેમજ છેવાડાનું આ ગામ છે. 15 દિવસથી પાણી ન મળતું હોવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને પાણી માટે જ્યાં ત્યાં વલખા મારવા પડે છે. આથી આ પાણીની સમસ્યા હલ કરવા 10 વર્ષ પહેલાંની જેમ જ હવે ઘાટીલા કે ખીરાઈ સંપમાંથી તેમના ગામને પાણી મળે તેવી સરકાર વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠાવી છે. સાથેસાથે સરપંચે આ બાબતે જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ પારેજીયાને વાકેફ કરતા તેઓએ પાણી પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text