મોરબીમાં આજે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ મશાલ રેલી

- text


ભાજપ યુવા મોરચા મોરબી શહેર દ્વારા અખંડ ભારત સ્મૃતિ દિવસ નિમિત્તે મશાલ રેલીનું આયોજન

મોરબી : મોરબીમાં ભાજપ યુવા મોરચા મોરબી શહેર દ્વારા અખંડ ભારત સ્મૃતિ દિવસ નિમિત્તે આજે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

અખંડ ભારત સ્મુતિ દિવસ નિમિત્તે આજે તારીખ 14 ઓગષ્ટને શનિવારે મોરબી શહેર યુવા મોરચા ભાજપ દ્વારા એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આથી શહેર સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના સદસ્યો, માર્કેટિંગ યાર્ડના ડિરેકટરો તથા વિવિધ સેલ મોરચા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ રાષ્ટ્રવાદી મિત્રોએ હાજર રહીને આઝાદી પર્વ પુર્વ અખંડ ભારત સ્મુતિ દિવસ મશાલ રેલીમાં સહભાગી બનવાની અપીલ કરવામાં આવી છે.

- text

મશાલ રેલી આજે તા.14 ના રોજ સાંજે 7 કલાકે મોરબીના શનાળા રોડ ઉપર સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેચ્યુ નવા બસ સ્ટેન્ડથી શહીદ ભગતસિંહ સ્મારક ગાંધી ચોક સુધી યોજાશે. આથી આ રેલીમાં જોડાવવા માટે કોરોના મહામારીને ધ્યાને રાખીને દરેકને માસ્ક સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા મોરબી શહેર-ભાજપ યુવા મોરચો દ્વારા અનુરોધ કરાયો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text