સમસ્યાઓથી ઘેરાયેલુ સિરામિક : નેનો બાદ હવે ડબલ ચાર્જ ટાઇલ્સનું ઉત્પાદન પણ 15મીથી એક મહિના માટે બંધ

- text


રાજસ્થાનથી આવતા રો- મટિરિયલ્સનો પ્રશ્ન અને ટ્રાન્સપોર્ટરોની હડતાલને પગલે GVT, પાર્કિંગ, ફ્લોર અને વોલ ટાઇલ્સનું ઉત્પાદન પણ આગામી દિવસોમાં ક્રમશઃ બંધ કરવાની તૈયારી

મોરબી : મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલ સમસ્યાઓથી ઘેરાય ગયો છે. રાજસ્થાનથી આવતા રો- મટિરિયલ્સના પ્રશ્ને અને ટ્રાન્સપોર્ટરોની હડતાલને પગલે નેનો ટાઇલ્સ બાદ હવે ડબલ ચાર્જ ટાઇલ્સનું ઉત્પાદન પણ એક મહિના માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત હજુ GVT, પાર્કિંગ, ફ્લોર અને વોલ ટાઇલ્સનું ઉત્પાદન પણ આગામી દિવસોમાં ક્રમશઃ બંધ કરવાની તૈયારી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સિરામિક એસોસિએશન હોલ ખાતે ડબલ ચાર્જ ટાઇલ્સ બનાવતી કંપનીની મીટિંગ યોજવામાં આવી હતી. હાલ ટ્રાન્સપોર્ટની હડતાલ ચાલી રહી છે. અને રાજસ્થાનથી આવતા રો-મટીરીયલ્સ રાજસ્થાન સરકાર દ્વારા બંધ કરેલ છે અને ભાડામાં તથા રો -મટીરીયલ અસહ્ય ભાવ વધારો થયેલ છે તે અંગેની મીટીંગમાં ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ એવો નિર્ણય કરવામાં આવેલ કે ડબલચાર્જ ટાઇલ્સ બનાવતી તમામ કંપની તા.15 ઓગસ્ટથી એક મહિના સુઘી ડીસ્પેચ તથા પ્રોડક્શન બંધ કરશે. અને તેની રીવ્યુ મીટીગ તા. 5 સપ્ટેમ્બરના રોજ રાખવામા આવશે.

- text

વધુમાં સિરામિક એસો.ના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાએ જણાવ્યું કે અન્ય પ્રોડક્ટ GVT, પાર્કિંગ , ફ્લોર , અને વોલ ટાઇલ્સ જેવી પ્રોડક્ટની અલગ અલગ મિટિંગ કરી તેનું પ્રોડક્શન બંધ કરવા માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે નેનો ટાઇલ્સ બનાવતા એકમોનું પ્રોડક્શન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલ મોરબીમાં કુલ 35 જેટલા એકમો નેનો ટાઇલ્સ બનાવે છે. જ્યારે આજે ડબલ ચાર્જ ટાઇલ્સ બનાવતા એકમો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. કુલ 60 જેટલા યુનિટો આ ટાઇલ્સ બનાવે છે. આમ બે દિવસમાં 95 યુનિટોનું પ્રોડક્શન બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text