MCX ડેઈલી રિપોર્ટ : નેચરલ ગેસના ભાવમાં નરમાઈ, ક્રૂડ તેલ પણ ઢીલું

- text


સોનાના વાયદાના ભાવમાં રૂ.339નો ઉછાળો 

રબર, સીપીઓમાં સુધારોઃ કપાસ, કોટન, મેન્થા તેલ નરમ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,22,386 સોદાઓમાં કુલ રૂ.10,096.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓગસ્ટ વાયદામાં 50 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 80 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. 

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 39,766 સોદાઓમાં કુલ રૂ.2,624.54 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,450ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,450 અને નીચામાં રૂ.48,450 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.339 વધી રૂ.48,450ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.28 વધી રૂ.38,473 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.18 ઘટી રૂ.4,788ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,870ના ભાવે ખૂલી, રૂ.14 ઘટી રૂ.47,858ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,488 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,675 અને નીચામાં રૂ.67,250 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1 ઘટી રૂ.67,600 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.11 વધી રૂ.67,814 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.7 વધી રૂ.67,807 બોલાઈ રહ્યો હતો. 

બિનલોહ ધાતુઓમાં 11,264 સોદાઓમાં રૂ.2,032.36 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.15 વધી રૂ.205.45 અને જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.15 વધી રૂ.246ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.30 ઘટી રૂ.728.05 અને નિકલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.4.5 વધી રૂ.1,465 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.177ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. 

એનર્જી સેગમેન્ટમાં 45,451 સોદાઓમાં કુલ રૂ.3,309.29 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,087ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,120 અને નીચામાં રૂ.5,026 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.14 ઘટી રૂ.5,068 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.70 ઘટી રૂ.307.10 બોલાઈ રહ્યો હતો. 

કૃષિ કોમોડિટીઝમાં 1,739 સોદાઓમાં રૂ.202.99 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,433ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1435.50 અને નીચામાં રૂ.1431 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.10 ઘટી રૂ.1,433 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલોદીઠ રૂ.17,620ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,699 અને નીચામાં રૂ.17,486 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.75 વધી રૂ.17,638ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,136.40ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1141 અને નીચામાં રૂ.1125.60 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1.10 વધી રૂ.1134.30 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.13.50 ઘટી રૂ.941 અને કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.210 ઘટી રૂ.26,830 બોલાઈ રહ્યો હતો. 

- text

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 11,391 સોદાઓમાં રૂ.1,511.93 કરોડનાં 3,160.255 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 28,375 સોદાઓમાં કુલ રૂ.1,112.61 કરોડનાં 164.484 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.135 કરોડનાં 6,580 ટન, જસતના વાયદાઓમાં રૂ.216.46 કરોડનાં 8,815 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.900.04 કરોડનાં 12,3400 ટન, નિકલના વાયદાઓમાં રૂ.695.16 કરોડનાં 4,753.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.85.70 કરોડનાં 4,840 ટનનાં કામકાજ થયાં હતાં.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 13,768 સોદાઓમાં રૂ.1,150.50 કરોડનાં 22,67,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 31,683 સોદાઓમાં રૂ.2,158.79 કરોડનાં 7,00,73,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 9 સોદાઓમાં રૂ.0.29 કરોડનાં 40 ટન અને કોટનના વાયદાઓમાં 392 સોદાઓમાં રૂ.35.90 કરોડનાં 13375 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 133 સોદાઓમાં રૂ.5.76 કરોડનાં 60.84 ટન, રબરના વાયદાઓમાં 22 સોદાઓમાં રૂ.0.40 કરોડનાં 23 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,183 સોદાઓમાં રૂ.160.64 કરોડનાં 14,230 ટનનાં કામકાજ થયાં હતાં. 

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,201.166 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 528.712 ટન, એલ્યુમિનિયમમાં 12,440 ટન, જસત વાયદામાં 9,160 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 14,652.500 ટન, નિકલ વાયદામાં 2,977.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,425 ટન, ક્રૂડ તેલમાં 8,41,500 બેરલ અને નેચરલ ગેસમાં 2,73,53,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 112 ટન, કોટનમાં 141450 ગાંસડી, મેન્થા તેલમાં 437.76 ટન, રબરમાં 106 ટન, સીપીઓમાં 68,370 ટનના સ્તરે રહ્યો હતો. 

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 819 સોદાઓમાં રૂ.68.66 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 368 સોદાઓમાં રૂ.28.52 કરોડનાં 391 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 451 સોદાઓમાં રૂ.40.14 કરોડનાં 512 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,654 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 977 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 14,590ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,615 અને નીચામાં 14,565ના સ્તરને સ્પર્શી, 50 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 1 પોઈન્ટ વધી 14,598ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 15,680ના સ્તરે ખૂલી, 80 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 34 પોઈન્ટ વધી 15,685ના સ્તરે પહોંચ્યો હતો. 

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 23,347 સોદાઓમાં રૂ.1,858.47 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.38.84 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.58.76 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,759.94 કરોડનાં કામકાજ થયાં હતાં.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text