હળવદના ચાડધ્રામાં રેતમાફિયાઓ બેફામ : ખનીજ અધિકારીને જાનથી પતાવી દેવા ધમકી

- text


ઘુડખર અભ્યારણને કારણે રક્ષિત વિસ્તારમાં પોલીસની ઢીલી નીતિથી બેધડક રેતી ચોરી : ખાણખનીજ વિભાગે સિક્યોરિટી બેસાડી છતાં રેતી ચોરી

હળવદ : ઘુડખર અભ્યારણ હોવા છતાં હળવદ પંથકમાં રીતસર આંતક મચાવી રેતમાફિયાઓ દ્વારા બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે અને ચોરી ઉપર સે સીનાજોરી જેવા ઘાટ વચ્ચે ગઈકાલે રેતમાફિયાઓએ ખાણ ખનીજ અધિકારીને જાનથી પતાવી દેવા ધમકી આપતા ચાર ડમ્પરચાલકો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાયો છે.

વિશ્વમાં એક માત્ર હળવદ પંથકમાં જોવા મળતા ઘુડખર પ્રાણીઓને કારણે હળવદ પંથકમાં રેતીની લિઝ મંજુર કરાતી ન હોવા છતાં રેત માફિયાઓ દ્વારા દિવસ રાત રેતીચોરી કરાતી હોય ખાણખનિજ વિભાગ દ્વારા સિક્યુરિટી ગાર્ડ બેસાડવામાં આવ્યા છે. પરંતુ આમ છતાં ચાડધ્રા ગામે રેતી ચોરી કરવામાં આવતી હોય ખાણ ખનીજ વિભાગના કર્મચારી અંકુરભાઇ જગદીશભાઇ ભાદરકા દ્વારા રેતી ચોરી અટકાવાતા રેતમાફિયાઓએ રેતી ભરેલા ડમ્પર ભગાડી મૂકી ખનીજ વિભાગના કર્મચારીને જાનથી પતાવી દેવા ધમકી આપી હતી.

- text

આ ગંભીર ઘટનામાં ખાણખનીજ કર્મચારી અંકુરભાઈ ભાદરકાની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી (૧) ભરતભાઇ મેર રહે. રાજકોટ (ર) ડંમ્પર નં.જીજે.25.યુ.7728 જેના ડ્રાઇવર મુકેશભાઇ નરભુ વાખડા રે.ગૌરીદળ, રાજકોટ (૩) ડંમ્પર નં.જીજે.25.યુ.9001 જેના ડ્રાઇવર રાજુભાઇ મંગેલીયા બબેરીયા રે.ગૌરીદળ, રાજકોટ અને (૪) એક અજાણ્યો ઇસમ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરવી અને સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ કરી જાનથી મારી નાખવા અંગે ધમકી આપવા સહિતની કલમો મુજબ ગુન્હો નોંધ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઘુડખર પ્રાણીને કારણે આ વિસ્તારમાં ખનીજ સંપદા અંગે લિઝ મંજુર કરવામાં આવતી નથી. આમ છતાં સ્થાનિક પોલીસની મીઠી નજર અને પોલીસની ખાસ બ્રાન્ચના આશીર્વાદથી હળવદમાં છડેચોક રેતી ચોરી કરી ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text