મન પડે ત્યાં રસ્તા ઉપર માટીના ઢગલા કરી દેતા સિરામિક એકમોનો ત્રાસ

- text


રંગપર ગામ નજીક માટીના ઢગલા કરાતા ગ્રામજનો કાળઝાળ : દંડ ફટકારવા તૈયારી

મોરબી : મોરબી નજીકના વિસ્તારમાં હાઇવે ઉપર સિરામિક એકમો દ્વારા મન પડે ત્યાં વેસ્ટેજ માટીના ઢગલા કરી નાખવામાં આવતા હોવાનું જગજાહેર છે. ત્યારે આજે રંગપર ગામ નજીક આવી રીતે માટીના ઢગલા કરી દેવામાં આવતા ગ્રામજનો કાળઝાળ બન્યા છે અને આવા સિરામિક એકમો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવા જાહેર કર્યું છે.

રંગપર ગામના જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરતા જણાવ્યું છે કે ગામ નજીક રામદૂત પેટ્રોલ પમ્પ પાસે આવેલા નાલામા સિરામિક યુનિટો દ્વારા વેસ્ટેજ કોલસો તેમજ માટી ફેંકવામાં આવે છે. જેને કારણે પ્રદુષણનો ખતરો વધ્યો છે.

વધુમાં સ્પ્રે ડાયર એકમો અને સિરામિક ફેકટરીઓ દ્વારા વારંવાર આવી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય જાગૃત ગ્રામજનો દ્વારા હવે વોચ પણ ગોઠવવામાં આવી છે અને મન પડે ત્યાં માટીના ઢગલા કરતા કારખાનેદારોને ઝડપી લઈ દંડનીય કાર્યવાહી કરવાની સાથે કાયદાકીય પગલાં ભરવા પણ નક્કી કરાયું છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text