મોરબીના ચકચારી કિશન આપઘાત કેસમાં પત્ની અને સાસુ-સસરા સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ

- text


17 જુલાઈના રોજ લાઈવ વીડિયો ઉતાર્યા બાદ કિશને આપઘાત કરી લીધાના બનાવમાં ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીમાં 17 જુલાઈના રોજ યુવાનને લાઈવ વીડિયો ઉતારી પોતાની પત્ની અને સસરિયાઓ અસહ્ય ત્રાસ આપતા હોવાની આપવીતી રજૂ કર્યા બાદ આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં હવે મૃતક કિશનની માતાએ કિશનની પત્ની અને તેના માતા-પિતા અને માસીજી સાસુ સહિત ચાર સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસે ચારેય આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી આ ચકચારી બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મીરા પાર્ક સોસાયટીમાં રહેતા કિરણબેન અશોકભારથી ગોસ્વામી (ઉ.વ.૪૫) એ આરોપીઓ પંકજગીરી પ્રવિણગીરી ગોસ્વામી, લતાબેન પંકજગીરી ગોસ્વામી, મીતાલી પંકજગીરી ગોસ્વામી (રહે. ત્રણેય મોરબી શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ) અને સુધાબેન હસમુખગીરી ગોસ્વામી (રહે. મોરબી માધાપર વિસ્તાર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા ૧૭/૭ ના રોજ તેમના દિકરા કિશને તેની પત્ની મીતાલી સાથે કોર્ટ મેરેજ કરેલ જે આરોપીઓને સારૂ નહી લાગતા પોતાની દિકરીને કિશન સાથે રહેવા દેવી ન હોય. જેથી, કિશનની ગેરહાજરીમાં મીતાલીને પોતાના ઘરે તેડી જઇ પોલીસમાં તેમજ કોર્ટમાં કેસ કરી ફરીયાદીના દીકારાને રૂબરૂ તેમજ ફોન ઉપર અવારનવાર ટોર્ચર કરી હેરાન પરેશાન કરી મીતાલીને મળવા નહી દઇ એલફેલ બોલી ઘરેથી ધકકા મારી કાઢી મુકી “તુ મરી જા” તેવા અપમાનીત શબ્દો બોલી હેરાન-પરેશાન કરતા હતા.

- text

જેથી કિશને મરતા પહેલા પોતાના સાસુ-સસરા તથા માસીજી સાસુ તથા પત્ની મીતાલીએ મરી જવાનુ જણાવતા હોવા અંગેનો વિડીયો વાયરલ કર્યો હતો. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text