શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો

- text


વાંકાનેર : વાંકાનેર ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વાંકાનેર અને મોરબી તાલુકાનો સયુંકત ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો.

તારીખ 31 જુલાઈ 2021ના રોજ વાંકાનેરના ગાયત્રી પીઠ સંસ્થા મુકામે વાંકાનેર અને મોરબી તાલુકાનો સયુંકત ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત મોરબી જિલ્લા સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણીએ સંગઠન મંત્ર દ્વારા કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાનો દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવેલ હતું. ત્યારબાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, વાંકાનેરના તાલુકા અધ્યક્ષ અશોકભાઈ સતાસીયા દ્વારા મહેમાનોનો પરિચય કરાવ્યો હતો તેમજ આવેલ તમામ લોકોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ હતો. ત્યારબાદ મહેમાનોને ભારત માતાની છબી તેમજ ઉપવસ્ત્ર પ્રદાન કરીને સ્વાગત કરવામાં આવેલ હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપતા હિરેનભાઈ પારેખ દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપીને જીવનમાં ગુરુનું સ્થાન અને ગુરુની મહત્તા વિશે ખૂબ જ સરસ વાત કરી હતી. ત્યારબાદ મુખ્ય વક્તા ગાયત્રી પીઠના મહંત અશ્વિન બાપુ દ્વારા આધ્યાત્મિક મહત્વ અને ગુરુ તરીકેનું શિક્ષકોનું સમાજમાં સ્થાન કેવું ઉચ્ચ અને પવિત્ર હોવું જોઈએ એ વાતોને ખૂબ સરળ અને હળવી શૈલીમાં સમજાવી હતી. શિક્ષકોના કર્મને શ્રેષ્ઠ બનાવી સમાજમાં પુનઃ ગુરુનું સ્થાન વૈદિક સમય જેવું બને તે માટે સાથે સાથે આશીર્વાદ પણ આપ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સામાજિક કાર્યકર મહાવીરસિંહ ઝાલા દ્વારા ખૂબ જ આધ્યાત્મિક અને ગુરુને વંદન કરનાર વાતો કહી હતી. સાથે સાથે પોતાના અનુભવ કથન કરીને ગુરુની મહત્તા સમજાવી હતી.

આજ દિવસે વાંકાનેરના કાર્યકર્તા શિક્ષક વનમાળીભાઈ સુરેલા અને સુરેશભાઈ અઘેરાનો ફરજનો અંતિમ દિવસ હોય, તેમને ગાયત્રી પીઠના મહંતના આશીર્વાદ સાથે ઉપવસ્ત્ર તેમજ ભારત માતાનો ફોટો આપીને સન્માન સાથે વિદાયમાન આપવા આવેલ હતું. આ બંને નિવૃત થતા શિક્ષકો દ્વારા ઉપસ્થિત તમામ લોકોને શ્રીમદ્દ ભગવદગીતા સપ્રેમ ભેટ આપવામાં આવેલ હતી.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાજકોટ વિભાગ બૌદ્ધિક પ્રમુખ ધ્રુવગીરીભાઈ ગૌસ્વામી તેમજ મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ કિરીટભાઈ દેકાવડીયા તેમજ મોરબી તાલુકા અધ્યક્ષ સંદીપભાઈ લોરીયા તેમજ તાલુકા મંત્રી રાકેશભાઈ કાંજીયા, તાલુકા ઉપાધ્યક્ષ વિક્રમભાઈ ગરચર, સંગઠન મંત્રી ધર્મેન્દ્રભાઈ કાવઠીયા તેમજ સહમંત્રી મહાદેવભાઈ રંગપડીયા ઉપસ્થિત રહેલ હતા. ઉપરાંત મોરબી જિલ્લા સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી તેમજ જિલ્લા પ્રચાર મંત્રીશ્રી હિતેશભાઈ પંચોટીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાંકાનેર ટીમના સિનિયર ઉપાધ્યક્ષ મંગુભાઇ પટેલ, ઉપાધ્યક્ષ પોપટભાઈ ઉતેડીયા, મંત્રી નવઘણભાઈ દેગામા તેમજ તાલુકા ટીમના જીતેન્દ્રભાઈ અપરનાથી, રોહિતભાઈ ખાંડેખા, હસુભાઈ પરમાર જીવરાજભાઈ વગેરે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. તાલુકા યોગ શિબિર મહિલા કન્વીર દિપાલીબેન આચાર્ય તેમજ ઘણા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને અંતે સૌ ઉપસ્થિત લોકોને ગળો વેલ આયુર્વેદનો પ્રચાર-પ્રસાર થાય અને લોકોને ઉપયોગી થાય તે માટે આપવામાં આવેલ હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. પાયલબેન ભટ્ટ દ્વારા કરવામાં આવેલ હતું. જે વાંકાનેર તાલુકા પ્રચાર મંત્રી નિરવભાઈ બાવરવાની યાદીમાં જણાવેલ છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text