માધાપરવાડી શાળામાં જ્ઞાનકુંજ લેબનું ઉદઘાટન કરાયું

- text


મોરબી : મોરબીની માધાપરવાડી શાળામાં જ્ઞાનશક્તિ કાર્યક્રમ અંતર્ગત જ્ઞાનકુંજ લેબ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહાનુભાવોની હાજરીમાં સ્માર્ટ બોર્ડ, લેપટોપ, સ્પીકર અને પ્રોજેક્ટર અર્પણ કરાયા હતા.

સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓને અદ્યતન બનાવવા, સુસજ્જ બનાવવા માટે જ્ઞાનશક્તિ અંતર્ગત જ્ઞાનકુંજ લેબ માધાપરવાડી કન્યા શાળા ખાતે કાંતિભાઈ અમૃતિયા – પૂર્વ ધારાસભ્ય મોરબી માળીયા, પ્રવીણભાઈ સોનાગ્રા ચેરમેન શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત મોરબી, રમાબેન ચાવડા – પ્રમુખ તાલુકા પંચાયત મોરબી, કુસુમબેન પરમાર – પ્રમુખ નગરપાલિકા, હસુભાઈ પંડ્યા – ઉપપ્રમુખ મોરબી જિલ્લા ભા.જ.પ., હર્ષદભાઈ કંઝારીયા – ચેરમેન મોરબી નગરપાલિકા, અનિલભાઈ મહેતા કારોબારી સભ્ય પ્રદેશ ભાજપ, નિર્મલભાઈ જારીયા ઉપપ્રમુખ જિલ્લા ભાજપ, ધર્મેન્દ્રભાઈ કંઝારીયા કોષાધ્યક્ષ મોરબી જિલ્લા ભાજપ, માવજીભાઈ કંઝારીયા વગેરેની ઉપસ્થિતમાં લોકાર્પણ કાર્યક્રમમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગ્રામજનોએ હાજરી આપી હતી.

આ પ્રસંગે ડો. ગણેશભાઈ નકુમ (સરપંચ, માધાપર ઓ.જી.)નું શાળામાં પાણીની સુવિધા ઉભી કરી આપવા બદલ તેમજ કાળુભાઈ વી. પરમાર (એસ.એમ.સી., અધ્યક્ષ) કે જેઓ શાળાને સતત સહકાર આપવા માટે સતત પ્રયત્નશીલ રહેવા બદલ અદકેરું સન્માન કરાયું હતું.

- text

ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણની જરૂરિયાત, શિક્ષણના મહત્વ વિશે, સરકાર દ્વારા શિક્ષણ સુધારણા કરવા માટે લેવાયેલા પગલાંઓ વિશે વાતો કરી હતી. કાર્યક્રમની સ્વાગત વિધિ તુષારભાઈ બોપલીયા આચાર્ય માધાપરવાડી કુમાર શાળાએ કર્યું હતું. આભાર દર્શન સંદીપભાઈ લોરીયાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન, આયોજન, વ્યવસ્થાપન દિનેશભાઈ ડી. વડસોલાએ કર્યું હતું. કાર્યક્રમ સફળ બનાવવામાં માધાપરવળી શાળાના શિક્ષકોએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text