મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં 1થી 9 ઓગસ્ટ વિવિધ કાર્યક્રમો યોજાશે

- text


મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં 1થી 9 ઓગસ્ટ મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ દરમિયાન અનેકવિધ વિકાસકામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.

1 ઓગસ્ટ : જ્ઞાન શક્તિ દિન

શાળાઓના ઓરડા, પંચાયત ઘર અને આંગણવાડીના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવામાં આવશે. મિશન જ્ઞાન શક્તિનો શુભારંભ થશે. નમો ઇ ટેબ્લેટ વિતરણ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી કોઈ એક સ્થળેથી કાર્યક્રમનો શુભારંભ કરાવશે. મંત્રીઓ પણ સબંધીત જિલ્લામાં ઉપસ્થિત રહેશે. રાજ્યભરમાં 100 જેટલા કાર્યક્રમ યોજાશે.

2 ઓગસ્ટ- સંવેદના દિવસ

સમગ્ર રાજ્યમાં 500 જેટલા સેવા સેતુના કાર્યક્રમ યોજાશે. જેમાં દરેક તાલુકા દીઠ એક સેવા સેતુ કાર્યક્રમ મળીને 250 કાર્યક્રમો યોજવામાં આવશે. નગરપાલિકા દીઠ એક સેવા સેતુ કાર્યક્રમ મળીને અંદાજે 150 કાર્યક્રમો યોજવામાં આવશે. નગરપાલિકા કક્ષાએ ઝોન દીઠ એક વોર્ડમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી રાજ્યના કોઈ સ્થળેથી કાર્યક્રમનો શુભારંભ કરાવશે.

3 ઓગસ્ટ – કેબિનેટ બેઠક

આ દિવસે કેબિનેટ બેઠક મળવાની હોવાથી કોઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી.

4 ઓગસ્ટ – મહિલા સશક્તિકરણ દિવસ

મહિલા ઉતકર્ષ યોજનાના કાર્યક્રમો યોજાશે. શહેરી વિસ્તારમાં 5000 અને ગ્રામ્ય વિસ્તારોમાં 5000 મળીને કુલ 10000 સખીને કાર્યક્રમમાં જોડવામાં આવશે. રાજ્યની 1 લાખ બહેનોને બેંક ધિરાણ આપવામાં આવશે. અંદાજે 70થી 100 સ્થળોએ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી રાજ્યના કોઈ સ્થળેથી કાર્યક્રમનો શુભારંભ કરાવશે.

5 ઓગસ્ટ – ધરતીપુત્ર સન્માન દિવસ

50 કિસાન સૂર્યોદય યોજનાના કાર્યક્રમ યોજાશે. 50 સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાના કાર્યક્રમો યોજવામાં આવશે. પ્રાકૃતિક ખેતી માટે ખેડૂત તાલીમ કાર્યક્રમ ફેઝ-2નો શુભારંભ થશે.મુખ્યમંત્રી રાજ્યના કોઈ સ્થળેથી કાર્યક્રમનો શુભારંભ કરાવશે.

- text

6 ઓગસ્ટ – યુવા શક્તિ દિવસ

રાજ્યના તમામ જિલ્લામાં એક રોજગાર મેળો યોજાશે. એટલે રાજ્યભરમાં 33 રોજગાર મેળાઓ યોજવામાં આવશે. અંદાજે 50 હજાર યુવાનોને નિમણુંક પત્રો આપવામાં આવશે. મુખ્યમંત્રી રાજ્યના કોઈ સ્થળેથી કાર્યક્રમનો શુભારંભ કરાવશે.

7 ઓગસ્ટ – ગરીબ ઉત્કર્ષ દિવસ

મુખ્યમંત્રીનું રાજ્યજોગ પ્રવચન યોજાશે. માદરે વતન યોજનાનો નવા સ્વરૂપે શુભારંભ કરવામાં આવશે. આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. એનએફએસએ લાભાર્થીઓને અનાજ વિતરણનો કાર્યક્રમ યોજાશે. જિલ્લા દીઠ એક અને મહાનગર દીઠ એક મળીને કુલ 41 કાર્યક્રમો યોજાશે. મુખ્યમંત્રી રાજ્યના કોઈ સ્થળેથી કાર્યક્રમનો શુભારંભ કરાવશે.

8 ઓગસ્ટ – શહેરી જનસુખાકારી દિવસ

તમામ જિલ્લાઓમાં અને મહાપાલિકામાં એક – એક કાર્યક્રમ મળી કુલ 41 કાર્યક્રમો યોજવામાં આવશે. મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. મુખ્યમંત્રી રાજ્યના કોઈ સ્થળેથી કાર્યક્રમનો શુભારંભ કરાવશે.

9 ઓગસ્ટ – વિશ્વ આદિવાસી દિવસ

રાજ્યના 28 સ્થળે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે. રાજયકક્ષાના કાર્યક્રમમાં રાજપીપળા ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં યોજાશે. 1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના ભાગ-2નો શુભારંભ કરાશે. બીરસા મુંડા આદિવાસી વિશ્વ વિદ્યાલયનું ખાતમુહૂર્ત કરાશે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text