મોરબી જિલ્લામાં 2 ઓગસ્ટે નવ સ્થળોએ યોજાશે સેવા સેતુ કાર્યક્રમ

- text


મોરબી : મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં 1થી 9 ઓગસ્ટ વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. જે અંતર્ગત 2 ઓગસ્ટના રોજ મોરબી સહિત રાજ્યભરમાં સંવેદના દિવસ ઉજવવામાં આવનાર છે. જેમાં મોરબી જિલ્લામાં તાલુકા કક્ષાએ અને નગરપાલિકા કક્ષાએ કુલ 9 સ્થળોએ સેવા સેતુના કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમ મોરબી તાલુકા માટે નવા સાદુળકા પ્રા.શાળા ખાતે કાર્યક્રમ યોજાશે. મોરબી નગરપાલિકા માટે વોર્ડ નં ૯, એ.કે.પટેલ કોમ્યુનિટી હોલ, હાઉંસિંગ બોર્ડ શનાળા રોડ, મોરબી ખાતે કાર્યક્રમ યોજાશે. ટંકારા તાલુકા માટે લજાઇ પ્રા.શાળા ખાતે કાર્યક્રમ યોજાશે. માળીયા તાલુકા માટે સરવડ પ્રા.શાળા, સરવડ ખાતે કાર્યક્રમ યોજાશે.માળીયા મી. નગરપાલિકા માટે વોર્ડ નં ૧, સી.એચ.સી. ગ્રાઉન્ડ, માળીયા મી. ખાતે કાર્યક્રમ યોજાશે.

- text

હળવદ તાલુકા માટે નવા ઘનશ્યામગઢ પ્રા.શાળા ખાતે કાર્યક્રમ યોજાશે. હળવદ નગરપાલિકા માટે વોર્ડ નં ૨, રાજો ધરજી હાઇસ્કુલ, હળવદ ખાતે કાર્યક્રમ યોજાશે. વાંકાનેર તાલુકા માટે લુણસર પ્રા.શાળા, લુણસર ખાતે કાર્યક્રમ યોજાશે. વાંકાનેર નગરપાલિકા માટે વોર્ડ નં. ૬ મ્યુનિ.ગલ્સ હાઇસ્કુલ, બાપુના બાવલા પાસે, વાંકાનેર ખાતે કાર્યક્રમ યોજાશે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text