મોરબી જિલ્લામાં આજે 4,108 લોકોનું વેકસીનેશન

- text


ગઈકાલની સરખામણીમાં આજે વેકસીન લેનારા લોકોની સંખ્યામાં નજીવો વધારો

મોરબી : મોરબી જિલ્લામાં હજુ પણ વેકસીનેશનની ગભીર સ્થિતિ વચ્ચે ગઈકાલની સરખામણીમાં આજે વેકસીન લેનારા લોકોની સંખ્યામાં નજીવો વધારો થયો હતો. જેમાં ગઈકાલે 3796 લોકોનું વેકસીનેશન થયું હતું. જ્યારે આજે શનિવારે મોરબી જિલ્લામાં 4108 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. આમ ગઈકાલ કરતા આજે વેકસીન લેનારામાં 312 લોકોનો વધારો થયો હતો. પણ હજુ ડોઝ ઓછા આવતા હોય અનેકને ધરમધક્કા થયાની બુમરાણ ઉઠી હતી.

મોરબી જિલ્લા આરોગ્ય તંત્રની સતાવાર યાદી મુજબ આજે પણ મોરબી જિલ્લાના 35 સ્થળોએ વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 45 પલ્સમાં 1378 અને 18 પલ્સમાં 2651 તેમજ ખાનગીમાં 79 મળીને કુલ 4108 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. જો કે, ગઈકાલ કરતા આજે વેકસીનેશન લેનારાની સંખ્યામાં થોડા વધારો થયો હતો. પરંતુ ડોઝ ઓછા આવવાની રામાયણ યથાવત રહી હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ વેકસીનેશન અસરકારક રીતે ન થતું હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે.

- text

ઘણા ગામોમાં હજુ પણ વેકસીનેશન બંધ હોવાનું તેમજ અમુક ગામોમાં વેકસીનેશન ચાલુ જ ન થયું હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. તેથી ડોઝ વધુ ફાળવાઈ તો વેકસીનેશનનો વ્યાપ વધી શકે એમ છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text