મોરબીમાં વરસાદ બાદ આકાશમાં સર્જાયો મેઘધનુષ્યનો અદભુત નજારો.. જુઓ તસવીરો..

- text


મોરબી : મોરબી શહેરમાં બપોર પછી વર્ષારાણીની પધરામણી થતાં ઢળતી સંધ્યાએ વરસાદી માહોલ વચ્ચે મેઘધનુષ્યનો નયનરમ્ય નજારો સર્જાયો હતો.

મોરબી પંથકમાં આજે બપોર પછી ચાર વાગ્યા આસપાસ મેઘરાજા વરસી પડ્યા હતા. ત્યારે આવા વરસાદી ખુશનુમા વાતાવરણમાં રંગબેરંગી મેઘધનુષ્યનો અદભુત નજારો જોવા મળ્યો હતો. આમ તો ચોમાસા દરમિયાન ક્યારેક જ આકાશમાં મેઘધનુષ્ય રચાતું હોય છે. ત્યારે આજે આભમાં અર્ધગોળાકાર મેઘધનુષ્ય રચાતા પ્રકૃતિપ્રેમીઓએ તેનો લ્હાવો ઉઠાવ્યો હતો. અને લોકોએ મોબાઈલમાં મેઘધનુષ્યનું પ્રાકૃતિક સૌંદર્ય કેપચર કર્યું હતું.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text