MCX વિક્લી રિપોર્ટ : સોનામાં રૂ.679 અને ચાંદીમાં રૂ.719નો સાપ્તાહિક ધોરણે ઉછાળો

- text


મેન્થા તેલ, ક્રૂડ તેલના વાયદામાં નરમાઈનો માહોલઃ કોટનમાં સેંકડા વધ્યાઃ કપાસ, સીપીઓ, રબરમાં વૃદ્ધિ

બુલડેક્સ ફ્યુચર્સમાં 269 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 222 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 9 થી 15 જુલાઈના સપ્તાહ દરમિયાન 18,96,910 સોદાઓમાં કુલ રૂ.1,62,983.28 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.679 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.719 ઊછળ્યો હતો. સીસા સિવાયની તમામ બિનલોહ ધાતુઓ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસમાં નરમાઈનો માહોલ હતો.

કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા હતા. કપાસ, સીપીઓ અને રબરમાં વૃદ્ધિ સામે મેન્થા તેલ ઢીલું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના વાયદામાં 269 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના વાયદામાં 222 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. 

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 2,89,923 સોદાઓમાં રૂ.29,317.92 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,926.60 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.230.67 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.25,156.26 કરોડનાં કામકાજ થયાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે સપ્તાહ દરમિયાન બુધવારે ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં 64,733 સોદાઓમાં રૂ.6,103.43 કરોડનું ઉચ્ચતમ કામકાજ નોંધાયું હતું, જેમાં ક્રૂડ તેલના કોલ ઓપ્શન્સનો હિસ્સો રૂ.3,094.34 કરોડનો અને પુટ ઓપ્શન્સનો હિસ્સો રૂ.3,009.09 કરોડનો હતો.

કીમતી ધાતુઓમાં એમસીએક્સ પર સોના-ચાંદીમાં 7,33,222 સોદાઓમાં કુલ રૂ.48,271.69 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.47,844ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.48,501 અને નીચામાં રૂ.47,477 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.679 વધી રૂ.48,400ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.461 વધી રૂ.38,701 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.54 વધી રૂ.4,775ના ભાવે બંધ થયો હતો. 

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.68,789 સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.70,017 અને નીચામાં રૂ.68,425 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.719 વધી રૂ.69,681 બંધ થયો હતો. 

એનર્જી સેગમેન્ટમાં 6,65,451 સોદાઓમાં કુલ રૂ.50,625.23 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.5,460ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,630 અને નીચામાં રૂ.5,331 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.42 ઘટી રૂ.5,381 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.4.40 ઘટી રૂ.271.10 બંધ થયો હતો. 

કૃષિ કોમોડિટીઝમાં 16,452 સોદાઓમાં રૂ.2,130.82 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,282.50ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1346.50 અને નીચામાં રૂ.1282.50 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.55.50 વધી રૂ.1,343.50 બંધ થયો હતો. આ સામે રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.16,900ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.16,960 અને નીચામાં રૂ.16,752 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.1 વધી રૂ.16,848ના ભાવે બંધ થયો હતો.

- text

સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,015ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1082.80 અને નીચામાં રૂ.1012.50 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.68 વધી રૂ.1079.10 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.58.50 ઘટી રૂ.957 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.410 વધી રૂ.25,580 બંધ થયો હતો

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 1,82,809 સોદાઓમાં રૂ.25,759.03 કરોડનાં 53,666.717 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 5,50,413 સોદાઓમાં કુલ રૂ.22,512 કરોડનાં 3,245.633 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 1,86,612 સોદાઓમાં રૂ.20,037.43 કરોડનાં 3,64,53,400 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 4,78,839 સોદાઓમાં રૂ.30,587.80 કરોડનાં 1,11,11,58,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 122 સોદાઓમાં રૂ.3.47 કરોડનાં 528 ટન અને કોટનના વાયદાઓમાં 3,533 સોદાઓમાં રૂ.393.52 કરોડનાં 154625 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 1,251 સોદાઓમાં રૂ.54.20 કરોડનાં 550.08 ટન, રબરના વાયદાઓમાં 182 સોદાઓમાં રૂ.3.42 કરોડનાં 203 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 11,364 સોદાઓમાં રૂ.1,676.21 કરોડનાં 1,59,540 ટનનાં કામકાજ થયાં હતાં

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,802.284 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 440.947 ટન, ક્રૂડ તેલમાં 5,84,000 બેરલ અને નેચરલ ગેસમાં 2,27,61,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 140 ટન, કોટનમાં 174225 ગાંસડી, મેન્થા તેલમાં 424.44 ટન, રબરમાં 100 ટન, સીપીઓમાં 88,170 ટનના સ્તરે રહ્યો હતો. 

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન 18,472 સોદાઓમાં રૂ.1,509.91 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 9,340 સોદાઓમાં રૂ.750.59 કરોડનાં 10,169 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 9,132 સોદાઓમાં રૂ.759.32 કરોડનાં 9,935 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 1,132 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 878 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 14,709ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,899 અને નીચામાં 14,630ના સ્તરને સ્પર્શી, 269 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 179 પોઈન્ટ વધી 14,869ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો 15,175ના સ્તરે ખૂલી, 222 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 216 પોઈન્ટ વધી 15,345ના સ્તરે પહોંચ્યો હતો.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text