વાંકાનેરમાં નંબર પ્લેટ વગરના ટ્રકે એક સાથે ચાર મોટર સાયકલનો બુકડો બોલાવ્યો : એક મોત

- text


વાંકાનેર જકાત નાકે એક સાથે આઠ રસ્તાઓ જ્યાં ભેગા થાય છે ત્યાં અકસ્માત : પોલીસ તંત્રની ઘોર બેદરકારી ઉડીને આંખે વળગી

વાંકાનેર : વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર આજે વાંકાનેર જકાત નાકે આઠ રસ્તા ઉપર સર્જાયેલ ગંભીર અને ગમખ્વાર અકસ્માતમાં બેકાબુ બનેલા નંબર પ્લેટ વગરના ટ્રકચાલકે એક સાથે ચાર-ચાર મોટર સાયકલને હડફેટે લઈ બુકડો બોલાવી દેતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જયારે ચાર વ્યક્તિ ઘાયલ થતા સારવારમાં ખસેડવામાં આવેલ છે. આ અકસ્માત બાદ ટ્રકચાલક નાસી છુટતા રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ ટ્રકમાં તોડફોડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકથી ધમધતા વાંકાનેર જકાત નાકાના આઠ રસ્તા પાસે મોરબી તરફથી આવતા નંબર પ્લેટ વગરના બેકાબુ ટ્રકચાલકે એક,બે, નહીં પણ ચાર મોટર સાયકલને હડફેટે લઇ ગંભીર ગમખ્વાર અકસ્માતને અંજામ આપ્યો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. જયારે ચાર લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે હોવાને કારણે વાંકાનેર જકાતનાકા પાસે કાયમી સતત ટ્રાફિક રહે છે. આ સંજોગોમાં પણ અહીં સ્થાનિક પોલીસની ઢીલી નીતિને કારણે દરરોજ રીક્ષણે લારી જિલ્લા ઉપરાંત કેબીનધારકો દ્વારા દબાણ કરાયા હોવાથી લોકોને સર્વિસ રોડ ઉપર જવામાં ધોળા દિવસે તારા દેખાય જાય છે. આવા જ સંજોગોમાં આજે બેકાબુ ટ્રકે ચાર-ચાર મોટર સાયકલને હડફેટે લેતા સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી ગયો હતો અને અકસ્માત બાદ નાસી ગયેલા ટ્રકચાલકનો રોષ ટ્રક ઉપર ઉતારી ટ્રકમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text