- text
1744 પૈકી 494 વિદ્યાર્થીઓને B-1 ગ્રેડ : D ગ્રેડમાં માત્ર આઠ જ વિદ્યાર્થીઓ
મોરબી : કોરોના મહામારીને કારણે રાજ્ય સરકાર દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા નિર્ણય લેવાયા બાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં મોરબીના 1744 પૈકી 109 વિદ્યાર્થીઓએ A-1ગ્રેડ મેળવ્યો છે.
રાજ્યમાં કોરોના મહામારીની બીજી તીવ્ર લહેરને કારણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા રદ કરી તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા નિર્ણય લીધો હતો. જે અંતર્ગત આજે ધોરણ -12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાના કુલ 1744 વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા. જે પૈકી 109 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ, 417 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ, 494 વિદ્યાર્થીઓને B -1 ગ્રેડ, 419 વિદ્યાર્થીઓને B -2 ગ્રેડ, 225 વિદ્યાર્થીઓને C -1 ગ્રેડ, 72 વિદ્યાર્થીઓને C -2 ગ્રેડ અને 8 વિદ્યાર્થીઓને D ગ્રેડ મળ્યો હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી મોરબી દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.
- text
● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..
- text