માળીયામાં વેક્સિન અન્વયે ધન્યવાદ મોદીજી કાર્યક્રમનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય

- text


વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા‌ ‍ખાતે વેકસીનેશનના મહાઅભિયાનનો તાલુકા પંચાયત પ્રમુખ અને ટીડીઓના હસ્તે પ્રારંભ

માળિયા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં કોરોનાના સંક્રમણ સામે અમોઘ શસ્ત્ર તરીકે વિનામુલ્યે વેક્સિન આપવા આદરેલા મહાઅભિયાનના ભાગરૂપે માળીયા (મીં) તાલુકાનાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મોરબી – માળીયા (મીં) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આ વેક્સિન મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

આ તકે ઉપસ્થિત તાલુકા વહીવટી તંત્ર, સંગઠન હોદેદારો, નાગરિકો, તબીબી ક્ષેત્રના કર્મીઓ વગેરેને આ વેક્સિન મહાઅભિયાન કાર્યક્રમમાં પૂરી તાકાતથી કામે લાગી જવા ધારાસભ્યએ ખાસ તાકીદ કરી હતી. માળીયા (મીં) તાલુકામાં ૪૫ વર્ષથી વધુ વયના ૧૦૪૦૨ નાગરિકોને પ્રથમ ડોઝ તેમજ ૩૭૪૭ નાગરિકોને બીજો ડોઝ આપેલ છે. સમગ્ર રાજયમાં કુલ ૫૦૦૦ રસિકેન્દ્રો પર લાભાર્થીઓને કોવિડ વેક્સિનથી રક્ષિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે તેમાં માળીયા (મીં) તાલુકો પણ પાછળ ન રહે એ માટે રસીકરણ મહાઝુંબેશ ઉપાડવી અનિવાર્ય છે. તાજેતરમાં કોરોનાના બીજા ચરણમાં મોરબી જિલ્લો વધુ સંક્રમિત થયેલો અને હવે જ્યારે ત્રીજી વેવની પણ વૈજ્ઞાનિકો દ્વારા સંભાવના વ્યક્ત કરાઇ રહી છે ત્યારે ભવિષ્યમાં કોરોનાના સંક્રમણ સામે ટકવા આ વેક્સિન એક માત્ર રામબાણ ઈલાજ પુરવાર થશે. માળીયા (મીં) તાલુકામાં વેસક્સિનની ૪૦% જેટલી કામગીરી થઈ છે તે વધુ વેગવંતી બનાવવી ખૂબ જરૂરી છે તેના પર ધારાસભ્યએ ખાસ ભાર મૂક્યો હતો. ૧૮ વર્ષથી વધુ વયના નાગરિકોને ઓન ધી સ્પોટ રજીસ્ટ્રેશન દ્વારા રસીકરણનો લાભ મળશે તેમજ સેશન સાઇટ લાભાર્થીઓને અનુકૂળતા મુજબ મોડી સાંજ સુધી ચાલુ રખાશે.

આમ, કોવિડ રસીકરણના મહાઅભિયાનમાં સમગ્ર વિશ્વને રાહ ચિંધનાર ભારત અને તેમાં પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામે નાગરિકોને ઊગારવા આદરેલું આ અભિયાન એક વરદાનરૂપ સાબિત થઈ રહ્યું છે ત્યારે દેશના નાગરિકો “ધન્યવાદ મોદીજી” ની વિભાવના વ્યક્ત કરી રહ્યા છે તેમાં માળીયા (મીં) તાલુકો પણ પોતાનો સૂર પુરાવે છે. માળીયા (મીં) CHC માં રૂ. ૩૧ લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઊભો થઈ રહ્યો છે ત્યારે સમગ્ર માળીયા (મીં) તાલુકાને તેનો લાભ મળનાર છે. આ રસીકરણ મહાઅભિયાનમાં માળીયા (મીં) ખાતે બ્લોક હેલ્થ ઓફિસર ડૉ.કાવર, ભાજપ અગ્રણી મનસુખભાઈ આદ્રોજા, દેવાભાઇ ડાંગર, ડૉ. રંગપરીયા, નગરપાલિકાના ચીફ ઓફિસર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. માળીયા (મીં) શહેરમાં રસીકરણ ક્ષેત્રે પદાધિકારીઓને સાથે રાખી કામગીરી થાય તે માટે ચીફ ઓફિસરને ધારાસભ્યએ ખાસ સૂચના આપી હતી.

- text

આ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા‌ ‍ખાતે તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડ, તાલુકા વિકાસ અધિકારી સી.કે પટેલ તથા વવાણીયા સરપંચ‌ અશ્વિનસિંહ મેઘુભા પરમાર દ્વારા આ મહાઅભિયાનનું ઉદ્ઘાઘટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ગામના આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ મહાઅભિયાનમાં 18 વર્ષથી વધુ વયજુથના તમામ લોકોને કોવિડ વેક્સિનેશનમાં આવરી લેવામાં આવશે.આ સાથે વેક્સિન લીધા બાદ સેલ્ફી પોઇન્ટ પણ ઉભો કરવામાં આવ્યો છે.

- text