બોગસ બંગાળી ડોકટરને ઝડપી લેતી પોલીસ

- text


હળવદના ભલગામડામાં કમલા ક્લિનિક ખોલી નાખ્યું હતું 

પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

હળવદ : હળવદ તાલુકાના ભલગામડા ગામે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો વધુ એક બંગાળી બોગસ ડોક્ટર પોલીસના હાથે ઝડપાયો છે. ડોક્ટર લાઇસન્સ વગર પ્રેક્ટિસ કરતો હોવાનું પણ ખૂલ્યું છે. સાથે જ તેની પાસેથી દવાઓનો જથ્થો પણ મળી આવ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પંથકમાં છેલ્લા પંદર દિવસમાં પોલીસ દ્વારા જુદા-જુદા બે ગ્રામ્ય વિસ્તારમાંથી બોગસ ડોકટરોને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું છે. ત્યારે આજે હળવદ પી.આઈ પી.એ. દેકાવાડિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ કોડના પોલીસ જવાન દેવેન્દ્રસિંહ ઝાલા, જયપાલસિંહ ઝાલા, યોગેશદાન ગઢવી, મૂમાભાઈ કલોત્રા સહિતનાઓએ હળવદ તાલુકાના ભલગામડા ગામે ગામની ચોકડી પર કમલા ક્લિનિક નામથી દવાખાનું ચલાવતા પશ્ચિમ બંગાળના ઝોલાછાપ ડોક્ટરને ઝડપી લીધો હતો.

- text

પોલીસ દ્વારા બોગસ ડોક્ટર દેવ રતન શરત રોઈ (રહે. હળવદ, રુદ્ર પાર્ક, મૂળ રહે. કલકત્તા, પશ્ચિમ બંગાળ) પાસેથી દવાઓનો જથ્થો પણ જપ્ત કર્યો છે. હાલ પોલીસ દ્વારા આ કહેવાતા ડોક્ટરને પોલીસ મથકે લઇ આવી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text