મોરબીના બે રીઢા ગુનેગારો પાસા હેઠળ જેલહવાલે

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી, લૂંટ, ઘરફોડ જેવા ગુનામાં સંડોવાયેલ માથાભારે શખ્સો વિરુદ્ધ જિલ્લા કલેક્ટરે ફરમાવેલા પાસા વોરંટને આધારે તેઓને પાસામાં જેલ હવાલે ધકેલી દેવામાં આવ્યા છે. જેમાં સતીષ રમેશભાઈ ડેડવાણીયા (રહે. વીસીપરાવાળા)ને સુરતની લાજપોર જેલ ખાતે તેમજ સુલતાન સલેમાન ઉર્ફે સરમણભાઈ સુમરા (રહે. વિશિપરાવાળા)ને વડોદરા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

- text