મોરબી : ડુપ્લીકેટ રેમડેસિવિર કૌભાંડમાં ત્રણ આરોપીના જામીન નામંજુર

- text


એક આરોપીના આગોતરા તથા બેના આગોતરા જામીન મંગાયા હતા 

રાજ્યવ્યાપી કૌભાંડમાં અત્યાર સુધીમાં 28 લોકોની થઈ ચૂકી છે ધરપકડ

મોરબી : રાજ્યભરમાં ચકચાર મચાવનાર ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડમાં હાલ ફરાર રહેલા એક આરોપીઓએ આગોતરા જામીન માટે તથા પકડાયેલા બે આરોપીઓએ રેગ્યુલર જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ ત્રણેય જામીન અરજી નામંજૂર કરી છે.

મોરબી એલસીબીએ રાજ્ય વ્યાપી ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનનું કૌભાંડ પકડી પાડી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધીમાં 28 આરોપીઓને પકડી પાડ્યા છે. આ પકડાયેલા આરોપીઓ પૈકી અમદાવાદનો રમીઝ શૈયદહુંસેન કાદરી ઇન્જેક્શનનું પ્રોડક્શન થતું ત્યાંથી લાવતો અને તેનો વેપલો કરતો હતો. જ્યારે રાજેશ જીલુંભાઈ કથીરિયા (રહે. સુરત, નાના વરાછા) રેમડેસીવીરના સ્ટીકરનું સાંભળતો હતો. આ બન્ને આરોપીઓએ જામીન મેળવવા માટે અરજી કરી હતી.

- text

આ સાથે પકડવાનો બાકી રહેલો આરોપી મન્સૂર મહેમુદ ચૌહાણ (રહે. અમદાવાદ) જે ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેક્શનના 522 નંગ હતા. તેને જામીન માટે અરજી કરી હતી. આ કેસમાં સરકારી વકીલ વિજય જાનીની ધારદાર દલીલોને ધ્યાને રાખી કોર્ટે ત્રણેય આરોપીઓની અરજી નામંજુર કરી દીધી છે.

- text