પેટ્રોલના ભાવવધારાના વિરોધ કરનારા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત

- text


મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોએ રેલી યોજી પેટ્રોલ પંપે છાજીયા લેતા પોલીસ એક્શન મોડમાં

મોરબી : કોરોના હળવો પડતા જ હવે વ્યાપાર-ધંધા ફરી અનલોક હેઠળ ધમધમતા થયા છે ત્યારે આજે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં રેલી યોજી પેટ્રોલપંપ ઉપર વિરોધ પ્રદર્શન કરનાર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતં અનેક કોંગી કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી લીધી હતી.

કોરોના મહામારીની બીજી લહેર હળવી બની છે પરંતુ લોકડાઉનના નિયંત્રણ વચ્ચે આર્થિક રીતે ભાંગી ગયેલી પ્રજાને ખાદ્યતેલથી લઈ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને ખાસ કરીને પેટ્રોલ-ડીઝલના દિવસેને દિવસે વધી રહેલા ભાવ પરેશાન કરી રહ્યા હોય, આજે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રદેશ અધ્યક્ષની સૂચના મુજબ પેટ્રોલ – ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરવા કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. જો કે સમયસર મંજૂરી ન મળવાની સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કોંગ્રેસને કાર્યક્રમ નહીં યોજવા ફરમાન કર્યું હતું. આ તકે આખાબોલા ધારાસભ્ય અને અધિકારીઓ વચ્ચે બહેંશ પણ થઇ હતી.

જો કે, પ્રવર્તમાન કોરોના ગાઇડલાઇનનો લઇ કોંગ્રેસના કાર્યક્રમને વહીવટીતંત્ર દ્વારા મંજૂરી આપવામાં ખાસ્સો એવો સમય વિતાવ્યા બાદ પણ હકારાત્મક સંકેત ન મળતા અંતે ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ કગથરાએ કાર્યકર્તાઓની ટીમ સાથે કોંગ્રેસ કાર્યાલયથી શનાળા રોડ ઉપર આવેલ છોટાલાલ પેટ્રોલપંપ સુધી રેલી યોજી હતી અને છોટાલાલ પેટ્રોલપંપના પ્રાંગણમાં સરકાર હાય-હાયના નારા લગાવતા પોલીસ કાફલાએ તમામ કોંગ્રેસ આગેવાનો કાર્યકર્તા આગેવાનોની અટકાયત કરી હતી.

- text

- text