મોરબી : પારિવારિક ડખ્ખામાં મારામારી, ત્રણ વ્યક્તિ ઘાયલ

- text


પરિણીતા માવતરે હોવા છતાં શોધવાનું કહીને ચાર શખ્સોએ માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીમાં બગથળા ગામે પારિવારિક ડખ્ખામાં મારામારી થતા ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે પરિણીતા માવતરે હોવા છતાં શોધવાનું કહીને ચાર શખ્સોએ માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બગથળા ગામે રહેતા દયાબેન વિજયભાઇ કંબોયા (ઉ.વ. ૪૦) એ આરોપીઓ કરનભાઇ ચંદુભાઇ ઘાટીલીયા (ઉ.વ.૨૩), અજયભાઇ ચંદુભાઇ ઘાટીલીયા (ઉ.વ.૨૬), ચેતનભાઇ ચંદુભાઇ ઘાટીલીયા, (ઉ.વ.૩૧) તેની બાજુમા રહેતો રાહુલ ભરતભાઈ સારલા (ઉ.વ.૨૦ રહે બધા મોરબી ખાતેના ધુતારી વિસ્તારમા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૯ ના રોજ રાત્રિના નવેક વાગ્યા વખતે ફરીયાદીના ભાઇ સાહેદ વાલજીની પત્નિ દક્ષાબેન તેના માવતરે જતી રહેલ હોય અને તેના માવતરે હોય તેમ છતા આરોપીઓએ ફરીયાદીના ભાઇને તેની પત્નિને શોધવા માટે કહી ગાળો આપી શરીરે ઢીકાપાટુ મારી મુંઢ ઇજા કરી તથા ફરીયાદીને છુટો ઇંટનો કટકાનો ઘા મારી નાકના ઉપરના ભાગે ઇજા કરી અને ફરીયાદીની બા સાહેદ સવિતાબેનને ધક્કો મારી પાડી દઇ માથામા મુંઢ ઇજા કરી અને ફરીયાદીનો ભાઇ સાહેદ વાલજી તેની પત્નિને નહીં શોધે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદના પગલે પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text