ટ્રકે મોપેડને હડફેટે લેતા બે યુવતીઓ ઘાયલ

- text


મહેન્દ્રનગર ચોકડી નજીકની ઘટનામાં ટ્રકચાલક સામે ફરિયાદ

મોરબી : મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રકચાલકે ડબલ સવાર મોપેડને હડફેટે લેતા મોપેડ સવાર બે યુવતીઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ બનાવ અંગે યુવતીએ ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલી હરીઓમ પાર્ક સોસાયટીમાં રહેતી પ્રેરણાબેન ઉર્ફે પ્રિયંકાબેન રાકેશભાઇ પાઠક (ઉ.વ.૧૮) એ આરોપી ટ્રક નં. RJ-07-GD-1477 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૦ ના રોજ મહેન્દ્રનગર ચોકડી પાસે આરોપીએ પોતાનો ટ્રક પુરઝડપે બેફિકરાઇથી ચલાવી ફરીયાદી પ્રેરણાબેન પોતાનું મો.સા હિરો મેસ્ટ્રો નંબર- GJ-36-Q-5507 વાળામાં સાહેદ માલવીકાબેનને પાછળ બેસાડી ચલાવી જતા હોય ત્યારે તેમના બાઈકના પાછળના ભાગે ઠોકર મારી પાડી દઇ હડફેટે લઇ ફરીયાદીને ડાબા હાથમાં ફ્રેકચર તથા શરીરે છોલાણની તથા સાહેદના ડાબા પગ ઉપર ટ્રકનું કલીનર સાઇડનું ટાયર ફેરવી દઇ ફ્રેકચરની તથા શરીરે છોલાણની ઇજાઓ કરી ટ્રક સ્થળ પર મુકી નાશી ગયો હતો. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text