ખેતરના શેઢે પાળો બાંધવા મુદ્દે આધેડ ઉપર હુમલો

- text


ચાર શખ્સોએ માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ

મોરબી :મોરબીના કષ્ણનગર કોયલી ગામે ખેતરના શેઢે પાળો બાંધવા મુદ્દે આધેડ ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે આધેડે ચાર શખ્સો સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કુષ્ણનગર કોયલી ગામે રહેતા વાસુરભાઇ ચકુભાઇ જીલરીયા (ઉ.વ-૫૮) એ આરોપીઓ હકાભાઇ છગનભાઇ જારીયા, સુરેશભાઇ છગનભાઇ જારીયા, ભરત લખમણ જારીયા, રણમલ માણદભાઇ જીલરીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૫ ના રોજ સાજના સાત સાડા સાતેક વાગ્યાના સુમારે ફરીયાદીના કુટુંબી ભાઇ રણમલની જમીન ફરીયાદીના શેઢે આવેલ હોઇ અને ફરીયાદી પોતાના ખેતરના શેઢે પાળો બાંધવા માટી નાખેલ હોઇ જે બાબતે સારૂ નહી લાગતા આરોપીઓ બોલેરો પીકપ ગાડીમાં પાણા તથા ઇંટો તથા લાકડી જેવા હથીયાર લઇ આવી ગાળો બોલી છુટા પાણા તથા ઇંટોના ઘા કરી ફરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text