મોરબીમાં મીની લોકડાઉનનો ભંગ કરનાર ચા, ચપલવાળા અને દરજી સહિતના સામે કાર્યવાહી

- text


જિલ્લામાં રાત્રી કફર્યુ, મીની લોકડાઉન તેમજ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગ બદલ 45 થી વધુ સામે કાર્યવાહી

મોરબી : મોરબીમાં વેપારીઓની હવે ધીરજ ખૂટી હોય એમ મીની લોકડાઉનનો પણ ભંગ કરીને ધંધા ચાલુ કરી દેતા આખરે પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં મોરબીમાં મીની લોકડાઉનનો ભંગ કરનાર ચા, ચપલનો ઠેલો, ટ્રેઇલર, લેથના દુકાનદાર સામે પોલીસે કાર્યવાહી કરી હતી. જ્યારે જિલ્લામાં રાત્રી કફર્યુ, મીની લોકડાઉન તેમજ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગ બદલ 45 થી વધુ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

- text

મોરબીમાં મીની લોકડાઉનના ભંગ બદલ ચાની કેબીન, દુકાનના ઓટા પર ચંપલનો ઠેલો, હંસ ટ્રેઇલર, ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ લેથની દુકાનના માલિક, માસ્ક વિના ફરતા બે, રાત્રી કફર્યુનો ભંગ કરતા બે બાઈક ચાલકો સહિત 7 લોકો, નિયમ કરતા વધુ મુસાફરો ભરીને માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ તેમજ ટ્રાફિકના નિયમોના ભંગ કરતા 15 રીક્ષા ચાલકો, એક ચાની રેકડી, એક ઇકો કારચાલક, વાંકાનેરમાં આરટીપીસીઆર રિપોર્ટ નહિ રાખનાર બે વેપારી,વેપાર સ્થળે ભીડ એકત્ર કરી સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા અલકાર વાસણ ભંડાર, શિવશક્તિ ડેરી, આઝાદ ગોલા, મધુરમ કરીયાણા, આલ્ફાઝ સિલેક્શન શિવમ સ્ટોર કપડાંની દુકાન, ફેશન સ્ટ્રીટ દુકાનના માલિક, વાંકાનેરની દરગાહ ખાતે ઉર્ષ મુબારકમાં વધુ ભીડ એકત્ર થવા મામલે મુંજાવર, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ ત્રણ રીક્ષા ચાલકો અને બે ઇકો કાર ચાલકો, ટંકારામાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ ત્રણ રીક્ષા ચાલકો, માસ વિના ફરતા 1, માળીયામાં વધુ ભીડ એકત્ર કરવા મામલે પાન-મસાલાની દુકાન અને ચાની રેકડી તેમજ હળવદમાં ફળની લારી તેમજ આરટીપીસીઆર રિપોર્ટ નહિ રાખનાર બે વેપારી સામે પોલીસે કાર્યવાહી કરી હતી.

- text