હળવદ : વાવાઝોડાની શક્યતાને પગલે જિલ્લા પંચાયત પ્રમુખે સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી

- text


હોસ્પિટલના અધિક્ષક સાથે સ્થિતિની સમીક્ષા કરી 

બંધ જનરેટર ચાલુ કરાવ્યું!

હળવદ : વાવાઝોડાની સંભવિત અસરને પગલે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખે હળવદ સરકારી હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી અને આ મુલાકાત વેળાએ સ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

વાવાઝોડાની સંભાવનાને પગલે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને કોઈ તકલીફ ન પડે તે માટેની તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે રાજ્ય સરકાર દ્વારા ભાર મુકાયો છે. ત્યારે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોર એ ઓચિંતા હળવદ સરકારી હોસ્પિટલની મુલાકાત લઇ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સાથે જ વાવાઝોડાની અસરને પગલે ખાસ કરીને અહીં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ કોલેજના દર્દીઓને કોઈ તકલીફ ન પડે તે માટે સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમજ વાવાઝોડાની શક્યતાને પગલે ખાસ કરીને વીજ પુરવઠો ન હોય ત્યારે હળવદની સરકારી હોસ્પિટલમાં બંધ થઈ ગયેલું જનરેટર ચાલુ કરાવવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

- text

વધુમાં, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા પણ ટૌકટે નામના વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓને પણ જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. ખાસ કરીને લોકોને અપીલ કરી છે કે તંત્ર દ્વારા અપાતી સૂચનાનું પાલન કરવામાં આવે. તેમજ હાલના સમયે સારવાર લઈ રહેલા દર્દીઓને પણ વાવાઝોડાની અસર વર્તાય તો કોઈ વિશેષ તકલીફ ન પડે તે માટે થઇને આજે હળવદ સરકારી હોસ્પિટલની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે. અહીં હોસ્પિટલના ડોક્ટર કૌશલ પટેલને પણ જરૂરી સૂચનાઓ અપાઇ છે

- text