મોરબીના સીરામીક ઉદ્યોગને સંક્રમણથી બચાવ તકેદારી રાખવા અપીલ

- text


સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશ જેતપરિયાએ સૂચવ્યા કોરોના સંક્રમણથી ફેકટરી સંકુલને બચાવવાના ઉપાયો

મોરબી: શહેરમાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણનો આંક ઊંચો જઈ રહ્યો છે ત્યારે તમામ ઔદ્યોગિક એકમોને કોરોના સંક્રમણની ઝપટમાં આવતા બચાવવા માટે સીરામીક એસો.ના પ્રમુખ નિલેશ જેતપરિયાએ સ્વનિરીક્ષણ કરી તારવેલા કેટલાક ઉપાયો સૂચવ્યા છે.

સિરામીક સહિતના ઉદ્યોગકારો તેમજ અન્ય લોકો જો આટલી તકેદારી રાખે તો ઉદ્યોગ સંકુલ અને તેમના કર્મચારી-શ્રમિકગણને કોરોનાથી બચાવી શકાય છે. જેમકે, માસ્ક વગર બહાર ના નિકળો અને વારંવાર હાથ ધુઓ કે સેનીટાઇઝર કરો. સોશ્યલ ડીસટન્સ જાળવો. નાસ્તો કે જમવાનુ ફકત ઘરના સભ્યો સાથે જ કરો; બાકી શકય હોય તો જુદા જુદા જમો અને બને તો ઓફીસોમાં સ્ટાફને પણ જુદા જુદા બેસાડો. કંપની ડાયરેક્ટરો કે જેઓ એક ઘરમાં સાથે રહેતા હોય તેઓ એક સાથે ભોજન લેવા બેસે અન્યથા અલગ અલગ જમવાનું રાખે. ઘરમા એક સાથે રહેતા હોય તેમની સાથે જ કાર શેરિંગ કરીને ફેક્ટરીએ પહોંચે. જો બને તો અલગ અલગ આવવા જવાનુ વધુ હિતાવહ રહેશે પણ જો તે શક્ય ના હોય તો માસ્ક ફરજીયાત પહેરો અને કારના એ.સી.માં આઉટસાઇડ એર સીસ્ટમ ચાલુ રાખો.

ઓફીસમાં પાણી વ્યવસ્થા શકય હોય તો બધા જ અલગ પીવાનુ રાખો અને ચા પાણી કેન્ટીનના બદલે રેડીમેડ ટીનો ઉપયોગ કરો. ઓફીસમાં શકય હોય તો વિઝિટર્સની ખુરશીને ટેમ્પરેરી હટાવી લો. મીટીગો પણ ઓનલાઇન કરો. ડ્રાઇવર તેમજ કલીનરને ફેકટરીમાં ટ્રક આવ્યા બાદ પ્રોડકશન કે બીજા માણસોથી દુર રાખો. કેન્ટીનમાં સંચાલકો પાસે માસ્કનો ફરજીયાત ઉપયોગ કરાવો. બીલ બનાવનાર લોકોની બારી શક્ય હોય તો ટુ વે સ્પીકર (થીયેટરમાં ટીકીટ બારીમાં હોય તેવુ) વાપરો. રો મટીરીયલ્સ ખાલી કરવા આવતા ડ્રાયવરો ટ્રકમાં જ બેસી રહે અથવા બહાર ખુલ્લા વાતાવરણમાં ચાલ્યા જાય તેવી વ્યવસ્થા કરો. વેપારીઓ સાથે મુલાકાત કરવાનું બને તો ટાળો. સપ્લાયર્સને વિઝીટમાં આવવાની મનાઇ કરો અને સપ્લાયરોને પેમેન્ટ ઓનલાઇન કરાવો. કોન્ટ્રાકટરને શકય હોય તો જ્યારે આવે ત્યારે તેમના ટેમ્પરેચર ચેક કરીને માસ્ક બધા જ પહેરે તે માટે સુચના આપો અને જે લોકો અન્ય ફેકટરીઓમાં જતા આવતા હોય તેમા જોખમ વધુ હોય તેમને વિશેષ તકેદારી રખાવો. કારીગરો પણ માસ્ક પહેરે તે માટે સમજાવો. કોઇ પણ વ્યકિત બિમાર હોય તો તેમને અલગ સુવે તે માટે સુચના આપો. કારીગરોને બધી જ વસ્તુ કેન્ટીનમાં ઉપલ્બધ કરાવો જેથી કરીને તેને બહાર ખરીદી કરવાની જરૂર ના પડે.

- text

જો કોઇ બિમાર હોય શરદી તાવના લક્ષણો હોય અને કોરોનાના ડરના કારણે ટેસ્ટીંગ કરવા જ ન જાય તેમને સમજાવીને હેલ્થની તપાસ કરાવો. લગ્ન પ્રસંગો કે બીજા પ્રસંગો તમે તો ટાળો પરંતુ તમારા ભાગીદાર અને સ્ટાફને પણ ટાળવાનુ કહો. જો કોઇ પણ વ્યકિતને તબિયત નરમ લાગે તો જયા સુધી તેની તપાસ કે રીપોર્ટ ના આવે ત્યા સુધી તેમને જાતે જ સેલ્ફ ડીસીપ્લીનમાં આવી જવુ જોઇયે અને સરકારની ગાઇડલાઇનનુ પાલન કરવુ જોઇયે. વ્યાપાર તો પછી પણ થઈ શકશે પરંતુ પરીવારની સલામતીનું સૌથી પહેલા ધ્યાન રાખો. ઓફીસ અને ફેકટરીમાં સ્વચ્છતા રાખો અને સેનીટાઇઝરનો ઉપયોગ કરો તેમજ માસ્ક વગર કોઇ પણ વ્યકિતને પ્રવેશ માટે મનાઇ ફરમાવો.

આટલુ કરશો તો તમે સલામત રહી શકશો અને આપનો પરીવાર સલામત રહી શકશે. આપના કર્મચારી અને પરીણામ સ્વરૂપે ફેકટરીનું ઉત્પાદન ચાલુ રહી શકશે અને આપના કારીગરોને પણ રોજીરોટી મળતી રહે તેમજ આખી સીસ્ટમની સાયકલ ચાલ્યા કરે. આટલુ કરવાથી સંક્રમણની ટકાવારી 100% ઘટી જશે અને આપ આપની કંપનીને સલામત રાખી શકશો, એવું નિલેશ જેતપરિયાએ એક અખબારી યાદીના અંતમાં જણાવ્યું હતું.

- text