મોરબીમાં વ્હેલી સવારે મિશ્ર ઋતુનો અનુભવ

- text


મોરબી: ઉનાળાના દનૈયાઓ તપવાનું શરૂ થયું છે ત્યારે મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે વ્હેલી સવારે મિશ્ર ઋતુનો અનુભવ થયો હતો. વ્હેલી સવારે ધૂમમસભર્યું વાતાવરણ સર્જાતા થોડી શીતળતાનો અનુભવ થયો હતો. જો કે સૂર્યના નભ ઉપર ચડવાની સાથે જ ધૂમમ્સ વિખરાયું હતું અને તાપ અનુભવવાનું શરૂ થયું હતું. મિશ્ર ઋતુને કારણે સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડી રહી હોય નાગરિકોમાં ઋતુ પરિવર્તનગત બીમારીનો ગ્રાફ ઊંચો આવી રહ્યો છે.

- text