મોરબીના ઉંચી માંડલ ગામે પત્ની સાથે આડાસબંધમાં પતિની કરપીણ હત્યા

- text


મૃતકની પત્નીના પ્રેમીએ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના ઉંચી માંડલ ગામે પત્ની સાથે આડાસબંધમાં યુવાનની કરપીણ હત્યા થયાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગે મૃતકની પત્નીના પ્રેમીએ હત્યા કરી હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે હત્યાનો ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ અંબાણી વીટરીફાઇડ કારખાનામાં મજુર ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા મૂળ દાહોદના વતની વિજયભાઇ (ઉ.વ-૩૨) તા.૪ ના રોજ હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ હત્યાના બનાવ અંગે મૃતકના ભાઈ જશવંતભાઈ ઉર્ફે જયેશ બાબુભાઇ ભાભોર (ઉ.વ.૨૪, ધંધો-મજુરી, રહે.હાલ લજાઇ ભગત તાવડીના કારખાનાની મજુરી ઓરડીમાં, વાંકાનેર રોડ બાજુ, લજાઇ ચોકડી પાસે તા.ટંકારા જી.મોરબી, મુળ રહે.ભાભોર ફળીયુ વાકોટા તા.ધાનપુર જી.દાહોદ) એ આરોપી પીન્ટુ નામનો માણસ સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

- text

ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરીયાદીના ભાઇના પત્ની સાથે આડા સબંધ હોવાના કારણે ફરીયાદીના ભાઇના રૂમમાં પ્રવેશ કરી ફરીયાદીના ભાઇને કોઇપણ તીક્ષ્ણ હથીયાર વડે ગંભીર પ્રકારની માથામાં તથા મોઢામાં ઇજા કરી મોત નીપજાવી હત્યા કરી હતી. આ બનાવની ફરિયાદના પગલે પોલીસે આરોપી સામે આઇ.પી.સી. કલમ-૩૦૨, ૪૫૦ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ અધિકારી એમ.આર.ગોઢાણીયા ચાલવી રહ્યા છે.

- text