હળવદમાં રેતી ચોરી કરતા ડમ્પર અને ટ્રેકટર ઝડપાયા

- text


મામલતદાર દ્વારા ખનિજચોરી વિરુદ્ધ કામગીરી

હળવદ : હળવદ પંથકમાં ખનિજચોરીનું દુષણ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલું છે ત્યારે મામલતદાર દ્વારા રેતીની ખનીજ ચોરી કરતા ડમ્પર, ટ્રેકટર ઝડપી લઈ ફોજદારી કાર્યવાહી હાથ ધરી હતી.

હળવદ તાલુકામાં મિયાણી અને બ્રાહ્મણી નદીમાંથી ખનિજચોરો દ્વારા ગેરકાયદેસર રીતે રેતીચોરી કરાતી હોવાની બાતમીને પગલે હળવદ મામલતદાર હર્ષદીપ આચાર્ય દ્વારા રેતી ચોરી કરી લઇ જતા ડંપર નંબર જી.જે.૩૬ વાય ૪૭૭૮ અને એક ટ્રેક્ટર મળી કુલ રૂપિયા ૪૨ લાખના મુદ્દામાલ સાથે બંને વાહનોને રેતી સાથે ઝડપી લીધા હતા.

- text

રેતી ચોરીમાં ઝડપાયેલા બંને વાહનો મામલતદાર દ્વારા હળવદ પોલીસને સોપ્યા હતા જેથી પોલીસ દ્વારા બંને વાહન ચાલકોને ખાણ ખનીજનો મેમો ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે જોકે મામલતદાર ની કાર્યવાહી દરમિયાન ડમ્પર ચાલક નાસી છુટયો હતો.જ્યારે ટ્રેકટરચાલક ઝડપાઇ ગયો હતો.

- text