મોરબીમાં મૈત્રીકરારથી સાથે રહેતા શિવજી ગાયબ : રમીલાએ ફરિયાદ નોંધાવી

- text


સ્ત્રી મિત્રને ઝાડવાના છાયે બેસાડી શિવજી ચા લેવા ગયા તે ગયા…

મોરબી : મોરબીમાં મૈત્રીકરાર કરી સાથે રહેતા રમીલા અને શિવજીની જોડીમાં શિવજી રમિલાને ઝાડવાના છાયે બેસાડી ચા લેવા ગયા બાદ લાપતા બની જતા રમીલાએ શિવજીને શોધી આપવા પોલીસ સમક્ષ ગુહાર લગાવી છે.

મોરબીના સનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડમાં ભાડાના મકાનમાં મિત્ર સાથે મૈત્રી કરાર કરીને રહેતા રમીલાબેન માવજીભાઇ પરમાર નામના મહિલાએ બી ડિવિઝન પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ કરાવી તેમના મિત્ર શિવજીભાઇ પુંજાભાઇ કંઝારીયા ઉવ.૩૪ રહે.ભુંભરની વાડી ગીતા ઓઇલમીલની સામે પંચાસર રોડ મોરબી વાળા ગત તા.૨૧ના રોજ બપોરના સમયે માળીયા રોડ ઉપર સનુરા સિરામિક નજીકથી ચા લેવા જવાનું કહીને લાપતા થયા હોવાનું જાહેર કર્યું છે.

- text

ગુમ થયેલ શિવજીએ ક્રીમ કલરનો શર્ટ તથા બ્લુ કલરનું જીન્સ પેન્ટ તથા ચપલ પહેરેલ હતા તેણે ઘોરણ-૧૦ સુધી અભ્યાસ કરેલ હતો. તે ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. અને તેની ઉંચાઇ આશરે ૫.૭ ની છે. તથા જમણા હાથમાં કોણીથી કાંડા વચ્ચે દિલ ત્રોફાવેલ છે જેથી કોઈપણ વ્યક્તિને શિવજી અંગે જાણ થાય તો નજીકના પોલીસ મથકે જાણ કરવી.

- text