મોરબી શહેર શિક્ષક મંડળીની ચોવીસમી સાધારણ સભા યોજાઈ

- text


 

બોર્ડની પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમાક મેળવનાર તેજસ્વી તારલાનું બહુમાન કરાયું

આગામી પાંચ વર્ષ માટે નવી કારોબારીની બિનહરીફ રચના

મોરબી : શિક્ષકો માટે, શિક્ષકોની અને શિક્ષકો દ્વારા ચાલતી મોરબી શહેર શિક્ષક મંડળીની ચોવીસમી સાધારણ સભા નીલકંઠ વિદ્યાલય ખાતે દિનેશભાઈ વડસોલા અને સંદીપભાઈ લોરીયા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દિનેશભાઈ હુંબલ, અશ્વિનભાઈ દકસણીયા મહામંત્રી જિલ્લા પ્રા.શિક્ષક સંઘ વગેરેની ઉપસ્થિતમાં યોજાઈ હતી.

મોરબી શહેર શિક્ષક મંડળની સાધારણ સભાના પ્રારંભે વિજયભાઈ દલસાણીયા વ્યવસ્થાપક કમિટીના સભ્યે શબ્દપુષ્પ દ્વારા સ્વાગત કર્યું હતું જ્યારે મંત્રી જયેશભાઈ જે. બાવરવાએ સમગ્ર નાણાંકીય વર્ષ દરમ્યાનનું સરવૈયું રજૂ કર્યું હતું અને નવી સર્વાનુમતે વરણી થયેલ વ્યવસ્થાપક કમિટીમાં કલ્પેશભાઈ મસોત પ્રમુખ, જયેશભાઈ બાવરવા મંત્રી, ભાવેશભાઈ બાવરવા, કાંતિલાલ માનસેતા, વર્ષાબેન ઝાલરિયા , સંજયભાઈ બપોદરિયા, નયનાબેન બરાસરા, વિજયભાઈ દલસાણીયા, નરેન્દ્રભાઈ પરમાર વિક્રમભાઈ ડાંગર,ભરતભાઈ સીતાપરા વગેરે નામોની જાહેરાત કરી હતી.

આ બેઠકમાં એસ.એસ.સી. એચ.એસ.સી.માં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર ડાંગર ધ્રુવી વિક્રમભાઈ,ફોરમ રજનીશ દલસાણીયા, કેયુર નરેશભાઈ સરડવા,જેમી દિનેશભાઈ કાવર, રચના હિતેશભાઈ ગોસાઈ, માનવ નિતેશભાઈ રંગપડીયા, અનુજ જયેશભાઇ પંડયા, ડેનિશા ભરતભાઈ કાસુંદ્રા,ગુંજન કાંતિલાલ કુંડારીયા, અભિ સંજયભાઈ બપોદરિયા, મિત પ્રવીણભાઈ શેરસિયા, હર્ષિલ સુરેશભાઈ, પ્રાચી મનસુખભાઈ કૈલા, હેમાંગી વિજયભાઈ સરડવા મિહિર વિનોદભાઈ કાવર વગેરેને સ્મૃતિ ચિહ્નન અર્પણ કરી સન્માનિત કરાયા હતા.

- text

દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે મંડળી એ શિક્ષકોનો મોટોભાઈ છે જરૂર પડ્યે ચૌદ લાખ જેટલી રકમનું ધિરાણ અને આઠ લાખનો વાર્ષિક વીમા કવચ આશીર્વાદરૂપ છે, જ્યારે જરૂર પડે ત્યારે ધિરાણ મળી રહે છે,તમામ તેજસ્વી તારલાને પણ શુભેચ્છા પાઠવી હતી, કલ્પેશભાઈ પટેલ પ્રમુખ મોરબી શહેર શિક્ષક મંડળીએ મંડળીના લેખાજોખા રજૂ કર્યા હતા અને તમામ સભાસદો અને વ્યવસ્થાપક કમિટીનો મંડળીને સદ્ધર કરવા બદલ ઋણ સ્વીકાર કર્યો હતો અંતમાં સંજયભાઈ બપોદરિયાએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કોરોના કાળમાં પણ કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર દર્શન કર્યું હતું.

- text