ટંકારામાં ક્ષત્રીય સમાજના યુવાનોએ ધૈર્યરાજની મદદ અર્થે રૂ.2.30 લાખ એકત્ર કર્યા

- text


 

ટંકારા : ગંભીર બિમારી સામે જજુમતા ધૈર્યરાજસિહની સારવાર માટે કરોડોનો ખર્ચ હોવાનું સામે આવ્યા બાદ સમગ્ર ગુજરાતમાં આર્થિક રકમ એકત્ર કરવામાં આવી રહી છે. જેમાં ટંકારા ખાતે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા રવિવારે લતીપર ચોકડી ખાતે કેમ્પ યોજી 2.30 લાખની રકમ એકત્ર કરવામાં આવી હતી.

ટંકારામાં ક્ષત્રીય સમાજના યુવાનો દ્વારા ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં નગરજનો તેમજ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી રકમ એકત્ર કરી હતી અને ટીપે ટીપે સરોવર ભરાય તેમ નાની નાની મદદનો આંક એકત્ર કરતા રૂ.2.30 લાખની રકમ એકત્ર થવા પામી છે. જે ધૈર્યરાજને સારવાર માટે અર્પણ કરવામાં આવશે. આ કેમ્પને સફળ બનાવવા બદલ ભગીરથસિંહ રૂપસિંહ ઝાલા, વિરેન્દ્સિંહ ઝાલા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

- text

આ ઉપરાંત જોધપર (નદી) ગામના રબારી સમાજનાં બાળકોએ પણ ધૈર્યરાજ સિંહ માટે ફાળો એકત્ર કરવાનું બીડું ઝડપ્યું હતું. સાથે રંગપરના ક્ષત્રિય સમાજ દ્વારા પણ દાન એકત્ર કરવાનું પ્રેરણાદાયી કરવામાં આવ્યું હતું.

- text