હળવદમાં યુવાનની હત્યામાં પાંચેય આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લેતી પોલીસ

- text


 

પોલીસે હત્યામાં વપરાયેલા હથિયારો કબ્જે કરવા તથા આરોપીઓનો કોવિડ ટેસ્ટ કરાવી વિધિવત ધરપકડની તજવીજ હાથ ધરી

હળવદ : હળવદમાં ગઈકાલે રવિવારે રાત્રે મજાક-મસ્તીમાં થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા પાંચ શખ્સોએ યુવાનની હત્યા કરી નાખી હતી.આ બનાવ અંગે મૃતકના ભાઈએ પાંચેય આરોપીઓ સામે હળવદ પોલીસ મથકે હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી.આથી હળવદ પોલીસે કલમ 302 હેઠળ ગુન્હો નોંધી ગણતરીની કલાકોમાં જ પાંચેય આરોપીઓને ઝડપી લીધા હતા.

હળવદના જીઆઇડીસી વિસ્તારમાં રહેતા મૂળ માળીયા તાલુકાના અજીયાસર ગામના વતની અવેશભાઈ કાસમભાઈ જંગિયા નામના યુવાનની ગતરાત્રે તેજ વિસ્તારમાં રહેતા આરીફભાઈ મહેબૂબભાઈ મીયાણા, હૈદરભાઈ મોવર, ગફુરભાઈ ઇસભાઈ કાજેડિયા, કસમભાઈ ઇસભાઈ કાજેડિયા તથા અબ્દુલભાઈ ઇસભાઈ કાજેડિયાએ હત્યા કરી નાખી હતી.આ બનાવ અંગે મૃતકના ભાઈ હારૂનભાઈ કસમભાઈ જંગિયાએ પાંચેય આરોપીઓ સામે પોતાના ભાઈની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

- text

આ બનાવ અંગે હળવદ પોલીસ મથક ના પી.આઈ પી.એ દેકાવાડીયા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડના દેવેન્દ્રસિંહ ઝાલા,મુમાભાઈ કરોત્રા, યોગેશ દાન ગઢવી ,જયપાલ સિંહ ઝાલા, બીપીનભાઈ પરમાર સહિતના પોલીસ જવાનોએ પાંચેય આરોપીઓ ને ઝડપી લેવા સઘન તપાસ કરીને હળવદના જીઆઇડીસી વિસ્તારમાં થી જ આરોપીઓને ઝડપી લેવાની ત્વરિત કાર્યવાહી કરી હતી અને હળવદ પોલીસે ગણતરીના કલાકોમાં યુવાનની હત્યા કરનાર પાંચેય આરોપીઓ આરીફભાઈ મહેબૂબભાઈ મીયાણા, હૈદરભાઈ મોવર, ગફુરભાઈ ઇસભાઈ કાજેડિયા, કસમભાઈ ઇસભાઈ કાજેડિયા તથા અબ્દુલભાઈ ઇસભાઈ કાજેડિયાને ઝડપી.લીધા હતા.તેમજ પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલા છરી, ધોકા સહિતના હથિયારો કબ્જે કરવા અને આરોપીઓના કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

- text