મોરબીની વિદ્યાર્થિનીએ ઇન્ટરનેશનલ લેવલે કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

- text


મોરબી : સાઉથ એશિયન ફેડરેશન ફોર ઓલ સ્પોર્ટ્સ દ્વારા આયોજિત ઈન્ડો – ભૂટાન – થાઈ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ – 2021માં મોરબીના નવયુગ વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ગોધાણી સંજના ઉમેદભાઈ એ ગોલ્ડ મેડલ મેળવી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આમ, સંજના એ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી તેમજ પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેમની આ વિશેષ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા તેમજ નવયુગ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- text