મોરબી : ખેડૂતો વિવિધ યોજનના લાભ માટે 30 એપ્રિલ સુધી અરજી કરી શકશે

- text


ખેડૂત આઇ-પોર્ટલ ઉપરથી ટ્રેકટર, રોટાવેટર સહિતના સાધનો ખરીદી માટે સબસીડી મેળવી શકશે

મોરબી : વર્ષ 2021-22 માટે આઇ ખેડુત પોર્ટલ ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓના વિવિધ ધટકો માટે તારીખ 06/03/2021થી 30/04/2021 સુધી ખેડુતો અરજીઓ કરી શકે તે માટે ખુલ્લું રાખવાનું નકકી થયેલ છે. જે મુજબ મોરબી જિલ્લાના ખેડૂતો આ બાબતે નિયત સમયમાં અરજીઓ કરી શકશે. તેમ મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા યાદીમાં જણાવાયું છે.

આ ઘટકોમાં સબસીડી માટે ઓનલાઈન અરજી થઈ શકશે

ટ્રેક્ટર
રોટાવેટર
ખુલ્લી પાઇપ લાઈન
અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઈન
વાવણીયો
તાડપત્રી
દવા છાંટવાનો પમ્પ
પમ્પ સેટ્સ (સબમર્શિબલ મોટર)
કલ્ટીવેટર
પાવર થ્રેસર
પ્લાઉ (તમામ પ્રકારના)
બ્રશ કટર
હેન્ડ ટુલ્સ કીટ
લેન્ડ લેવલર
કંબાઇડ હારવેસ્ટર
ચાફ કટર (એન્જીન/ઇલેકટિક મોટર ઓપરેટર)
ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટર)
ગ્રાઉન્ડ નટ ડિગર (મગફળી કાઢવા માટેનું સાધન)
ટ્રેકટર ઓપરેટેડ સ્પેયર
પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેડ)
પ્લાન્ટર (અન્ય પ્રકારના)
પાવર ટીલર
પોટેટો ડિગર
પોટેટો પ્લાન્ટર
પોસ્ટ હાર્વેસ્ટના સાધનો
પોસ્ટ હોલ ડિગર
બેલર (ટ્રેક્ટર સંચાલિત)
ફેરો ઓપનર/બંડ ફોર્મર
રિઝર
રિપર/બાઇન્ડર (તમામ પ્રકારના)
રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેડ)
પાવર વિડર (સેલ્ફ પ્રોપેડ)
લેન્ડ લેવલર
લેસર લેન્ડ લેવલર
શ્રેડર/મોબાઈલ શ્રેડર
સ્ટોરેજ યુનિટ
સબસોઈલર
હેરો (તમામ પ્રકારના)
પાક મૂલ્ય વૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના

- text

જરૂરી ડોક્યુમેન્ટ

1. ઓનલાઈન અરજી
2. 8 – અ ની નકલ
3. બેન્ક પાસબુકની નકલ
4. આધાર કાર્ડ
5. રેશનકાર્ડ

https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx

- text