માળીયા નજીક કન્ટેનરની હડફેટે રીક્ષા પલ્ટી જવાથી 3 ને ઇજા

- text


રીક્ષા ચાલકે કન્ટેનર ચાલક સામે નોંધાવી ફરિયાદ

માળીયા : માળીયા ત્રણ રસ્તા ઓવર બીજ ઉપર કન્ટેનર ચાલકે પેસેન્જર રીક્ષાને હડફેટે લેતા રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા ત્રણ મુસાફરોને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે રીક્ષા ચાલકે કન્ટેનર ચાલક સામે માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

- text

આ અકસ્માતની માળીયા (મી) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મ્તીયાજભાઇ જુસબભાઇ સુમરા (ઉ.વ.૩૫ ઘંઘો-રીક્ષા ડ્રાઇવીગ, રહે.રાજકોટ માઉન્ટ પોલીસ લાઇનની બાજુમા, ૫૩ કવાર્ટર, શેરી નંબર-૪, સ્વામી વિવેકાનંદ સોસાયટી, રેલ્વે સ્ટેશન પાછળ) એ આરોપી કન્ટેનર નંબર જી.જે-૧૨-બી.વી-૫૮૧૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા-૨૮ ના રોજ સાડા સાતેક વાગ્યાના અરસામા માળીયા ત્રણ રસ્તા ઓવર બીજ ઉપર આરોપીએ પોતાના હવાલાવાળી કન્ટેનર ટ્રક નંબર જી.જે-૧૨-બી.વી-૫૮૧૪ વાળી પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ફરીયાદીની રીક્ષા નં- જી.જે-૦૩-ડબલ્યુ-૧૯૨૯ વાળીમા પાછળથી ભટકાડી પલટી ખવડાવી દઇ સાહેદ અનવરભાઇ જમણા ખંભામા ફેકચર કરી તથા અન્ય સાહેદોને સામાન્ય મુઢ ઇજાઓ કરી પોતાની ટ્રક મુકી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text