આવતીકાલે પરિણામ : વાંકાનેરનાં નવા નગર સેવકો પાસે શહેરીજનોને અનેક અપેક્ષા

- text


શહેરમાં ગાર્ડન – બાલ ક્રીડાંગણનાં કામને પ્રાધાન્ય આપવું

(કેતન ભટ્ટી) વાંકાનેર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે અને આવતીકાલે મંગળવારે પરિણામ બાદ મતદારોએ કોના પર મહોર મારી છે તે જાહેર થશે ત્યારે જે કોઈ નવનિયુક્ત નગર સેવકો ચુંટાશે તેને પણ જવાબદારી સાથે કામે લાગી જવાનો સમય આવી ગયો છે લોકો અત્યારથી જ બાળકો માટે ક્રિડાંગણ અને હરવા ફરવા માટે બાગ-બગીચાની સુવિધાની આશા સેવી રહ્યા છે.

- text

વાંકાનેર નગર પાલિકામાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે. આચુંટણીમાં 62.69% મતદાન થયું છે, ત્યારે આ ચુંટણીમાં પણ ભાજપનું પલડુ ભારે મનાય રહ્યું છે, ત્યારે પરિણામ આડે માત્ર 24 કલાક બાકી છે ત્યારે જે કોઈ નવા નગર સેવકો ચુંટાશે તેને નગરજનોની અનેક અપેક્ષાઓ પૂરી કરવા તત્પરતા દર્શાવી પડશે જેમ કે વાંકાનેર શહેર માં એક પણ બાગ બગીચો કે બાલ ક્રીડાંગણ નથી માટે તે કામ ને પ્રાધાન્ય આપવું, હજુ પણ શહેર માં અનેક વિસ્તારોમાં સિમેન્ટ રોડ બાકી છે ત્યાં કામો પુરા કરવા, શહેર માં લાંબા સમયથી સીસી ટીવી કેમેરા ની શહેરીજનો ની માંગ છે જેને પણ પ્રાધાન્ય આપવું, છેવાડાના વિસ્તારો સહિત જરૂરી સ્થળોએ નિયમીત સફાઈ કામ કરવા જેવી પ્રાથમિક સુવિધાઓનાં કામો તાકીદે શરૂ થશે તેવી શહેરીજનોને અપેક્ષા છે.

- text