હળવદ: હરીકૃષ્ણધામ મંદીરમાં રૂ. 38,800 ના માલમતાની ચોરી

- text


મંદિરમાં ચોરી કરનાર છ અજાણ્યા બુકનીધારી શખ્સો સીસીટીવીમાં કેમેરામાં કેદ

હળવદ : હળવદના રણજીતગઢ ગામે આવેલ હરીકૃષ્ણધામ મંદીરમાંથી રૂ.૩૮૮૦૦ ની માલમતાની ચોરો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મંદિરમાં ચોરી કરનાર છ અજાણ્યા બુકાનીધારી શખ્સો સીસીટીવીમાં કેમેરામાં કેદ થયા છે. આ બનાવ અંગે મંદિરના સંચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ ચોરીના બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી માવજીભાઇ રામજીભાઇ રંગાડીયા (ઉ.વ.૪૨ ધંધો-મંદીરમાં સંચાલક રહે-હરીકૃષ્ણધામ ક્વાર્ટર;રણજીતગઢ તા.હળવદ) એ મોઢે કપડા બાંધેલ કોઇ અજાણ્યા છ ચોર ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે,ગઈકાલે તા.૧૭ ના રોજ રાત્રે હળવદના રણજીતગઢ ગામે આવેલા હરીકૃષ્ણધામ મંદીરમાં મોઢે કપડા બાંધેલ કોઇ અજાણ્યા છ ચોર ઇસમો ત્રાટકયા હતા. ત્યારબાદ મંદીરના તાળા તથા ઓફીસના તાળા તોડી અંદર પ્રવેશ કરી રોકડ રકમ તથા સોનાની વીંટી મળી કુલ રૂપિયા અંદાજે ૩૮૮૦૦ ની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

- text

વધુમાં મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં આ છ શખ્સો કેદ થયેલા જોવા મળતા મંદિરના સંચાલકે આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text