ધોરણ ૧૦ના સંસ્કૃતના વિદ્યાર્થીઓ પાંચમી ફેબ્રુઆરીથી ફોર્મ ભરી શકશે

- text


નિયમિત તથા રીપીટર વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરવા પડશે

મોરબી : મોરબી સહિત રાજ્યભરના ધોરણ ૧૦ના સંસ્કૃત વિષયના વિદ્યાર્થીઓએ પાંચમી ફેબ્રુઆરીથી પાંચમી માર્ચ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે નોંધાયેલ રાજયની તમામ માધ્યમિક શાળાના સંચાલકશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, ધોરણ-૧૦ તથા સંસ્કૃત પ્રથમ વર્ષ-૨૦૨૧ ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઇન તારીખ:-૦૫/૦૨/૨૦૨૧ થી તારીખ ૦૫/૦૩/૨૦૨૧ના રોજ રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી બોર્ડની વેબસાઇટ gseb.org પરથી ભરી શકાશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લઇ સમયમર્યાદામાં આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે. ધોરણ-૧૦ તથા સંસ્કૃત પ્રથમાના તમામ નિયમિત તથા રીપીટર વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજીયાત ઓનલાઇન ભરવાના રહેશે. જેની જરૂરી વિગતો બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે.

- text

- text