સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર 19 ટીમ માટે મોરબીમાં રવિવારે સિલેક્શન કેમ્પ

- text


અંડર 19 ટીમનો હિસ્સો બનવાની તક પુરી પાડતું મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન

મોરબી: ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન મોરબી દ્વારા તારીખ 7 ફેબ્રુઆરીને રવિવારે અંડર 19 ટીમ માટે મોરબીમાં સિલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સિલેક્ટ થનાર ખેલાડીઓને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ રમાતી ક્રિકેટ મેચમાં રમવાની ઉમદા તક મળી શકે છે.

- text

આગામી તારીખ 7 ફેબ્રુઆરીને રવિવારે બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમ્યાન રવાપર-ઘુનડા રોડ પર ન્યુએરા સ્કૂલથી એક કિલોમીટર આગળ આવેલી એક્સલ સ્પોર્ટ એકેડમીમાં અંડર 19 ટીમના સિલેક્શન માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ આયોજિત આ સિલેક્શન કેમ્પમાં જિલ્લા કક્ષાએથી પસંદ થયેલા ખેલાડીઓને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના નેજા હેઠળ રમાતી મેચોમાં સમાવવાની તક મળશે.આ માટે કટઓફ જન્મ તારીખ 01/09/2001ની છે. એટલેકે 1 સપ્ટેમ્બર 2001 બાદ જન્મેલા ખેલાડીઓ જ આ સિલેક્શનમાં ભાગ લઈ શકશે. આ માટે સિલેક્શન કેમ્પમાં હાજર રહેવા ઇચ્છુક ખેલાડીઓએ પોતાનું આધારકાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, રેસિડેન્ટ પ્રુફ માટે લાઈટબીલ, જે સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તેનું આઈકાર્ડ, (પાસપોર્ટ- જો હોય તો) અને 2 પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે લઈ જવા જરૂરી છે. આ ઉપરાંત સફેદ ટ્રેક સૂટ ( વ્હાઇટ પેન્ટ/ટ્રાઉઝર-ટીશર્ટ), સ્પોર્ટ સૂઝ પહેરવા અને પોતાની ક્રિકેટ કીટ સાથે રાખવી. ઉપરોક્ત સિલેક્શન પ્રક્રિયામાં નેટ પ્રેક્ટિસ, બેટિંગ/બોલિંગ/ફિલ્ડિંગના આધારે ખેલાડીઓની પસંદગી થશે એવું નિશાંતભાઈ જાનીની યાદીમાં જણાવાયું છે.

 

- text