મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ૨૦ જેટલા દાવેદારોની ટીકીટ કપાશે

- text


મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ૨૦ જેટલા દાવેદારોની ટીકીટ કપાશે

પ્રદેશ પ્રમુખની ગાઈડલાઈન મુજબ ૧૦ દાવેદારો હોદ્દેદારની વ્યાખ્યામાં : ૧૦ દાવેદારો ઉંમરના કારણે કપાશે : ભાજપ લોબીમાં વ્યાપક ચર્ચા

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્વે જ ભાજપમાં નવી ગાઈડલાઈનની અમલવારી કરવાથી ૨૦ જેટલા દાવેદારોની ટીકીટ કપાવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

ભાજપના ટોચના સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સંગઠનના હોદેદારો અને ૬૦થી વધુ ઉંમર ધરાવતા કાર્યકરો, અગ્રણીઓને ટીકીટ ફાળવણી નહિ થાય તેવી સ્પષ્ટ વાત કરી છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં આ નિયમની અમલવારી થાય તો ૨૦ જેટલા પ્રબળ દાવેદારોની ટીકીટ કપાવી ફાઇનલ મનાઈ રહી છે.

- text

વધુમાં મોરબી જિલ્લા પંચાયતની ૨૪ બેઠકો માટે ભાજપના ૧૨૦ જેટલા આગેવાન કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે જેમાં ૧૦ જેટલા ઉમેદવારો ઓવરએઇજ એટલે કે ૬૦ વર્ષ વટાવી ચુક્યા છે. જેમાં ચોંકાવનારી બાબત તો એ છે કે મોટાભાગના દાવેદારો મોરબી તાલુકામાં આવતી 2 સીટ ના જ છે

તો બીજી તરફ જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા મન બનાવી ચૂકેલા ૧૦ આગેવાનો એવા છે કે જેઓ પોતે અથવા પોતાના પરિવારજનો સંગઠનમાં કોઈને કોઈ સ્થાન ઉપર બિરાજમાન છે.

આ સંજોગોમાં જો હવે ભાજપના પ્રદેશ પ્રમુખે કરેલી જાહેરાત મુજબ ઉંમર અને એક વ્યક્તિ એક હોદાના નિયમની ચુસ્ત અમલવારી થશે તો ભાજપના અનેક આગેવાનોના ચૂંટણી લડવાના ઓરતા અધૂરા રહે તેમ હોવાનું ભાજપના વર્તુળો જણાવી રહ્યા છે.

- text