હળવદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી 72 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી

- text


તાલુકા પંચાયતની 20 સીટ માટે નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા:

હળવદ: હળવદ શહેરમાં આવેલ રાતકડી હનુમાનજી મંદિર ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોની પ્રદેશ કોંગ્રેસના નિરિક્ષકોની હાજરીમાં સેન્સ લેવાઈ હતી. જેમાં તાલુકા પંચાયતની ૨૦ સીટ માટે ૭૨ લોકોએ. દાવેદારી નોંધાવી છે. અલબત્ત પક્ષોમાં સેન્સની પ્રક્રિયા મોટાભાગે સિમ્બોલિક હોય છે એ જગજાહેર સત્ય છે. જો કે સાથોસાથ યોગ્યતા અને ભલામણ જેવા પરિબળો પણ કામ કરી જતા હોય છે. જેના આધારે જ ટિકીટ ફાળવવામાં આવતી હોય છે.

હળવદનું અત્યાર સુધીનું ચૂંટણી ચિત્ર જોઈએ તો,

અજીતગઢમાં હેતલબેન કુંવરિયા, ભગવતીબેન અગોલા, પૂજાબેન શિણોજીયા, લાભુબા ઝાલા, ગીતાબેન ગોઠિએ દાવેદારી નોંધાવી છે.

જ્યારે ચરાડવા શારદાબેન સોનગરા, મનિષાબેન સરાડીયા, અસ્મિતાબેન પરમારે, ચૂંપણીમાં ગનીબેન સીતાપરા, લક્ષ્મીબેન બોરીયા, ગીતાબેન કટોણાએ,

દિઘડીયામાં ગોપાલભાઈ રૂદાતલા, રાજુભાઈ ડાભી, વિક્રમભાઈ વિઠ્ઠલાપરા, હકાભાઇ નંદેસરીયાએ,

ઘનશ્યામપુરમાં સુમિત્રાબેન વસાવાએ,

ઈશનપુરમાં કરસનભાઈ પરમાર, દીપકભાઈ પરમાર , કિશોરભાઈ મકવાણા, ભરતભાઈ મકવાણાએ,

તો જુના દેવળીયામાં ચંદુભાઈ કોળી, જીતુભાઈ ભોરણીયા, મેઘાભાઇ રબારી, રવજીભાઈ અઘારા, પ્રદીપભાઈ ભોરણીયાએ,

કડીયાણામાં ભુપેન્દ્રભાઈ દલવાડી, મેહુલભાઈ મજેઠીયા, મહેશભાઈ ઝિંઝુવાડીયા, જયદેવભાઈ પરમાર, ભુપતભાઈ ચારોલાએ,

કવાડીયામાં ઝાલા ભગીરથસિંહ, વિજયભાઈ કોળી, સોંડાભાઈ કોળીએ

માલણીયાદમાં ઝાલા ધર્મેન્દ્રસિંહ, ભરતભાઈ કણજરીયા, જીતુભાઇ ગઢવીએ,

માથકમાં ગીતાબેન સોલંકી, મધુબેન સોલંકીએ,

મયુરનગરમાં ક્રિષ્નાબેન કોટક, કંચનબેન ચૌહાણ, હિનાબા જાડેજા, પુનાબેન સોઢાએ,

નવા દેવળિયામાં શિલ્પાબેન આલાસણા, વિધિબેન માલાસણા, હંસાબેન અઘારાએ,

- text

ઘનશ્યામગઢમાં સરોજબેન લોરીયા, રૂપલબેન સંઘાણી, વૈશાલીબેન ગોપાણી, અનસુયાબેન જાંબુકિયાએ,

રણમલપુર ગીતાબેન નગવાડીયાએ,

રણછોડગઢમાં ગૌરીબેન, બાજુબેન, સુમિત્રાબેન પાટડીયા, સરોજબેન સીણોજીયાએ,

રાણેકપરમાં ઘનશ્યામભાઈ બાબરીયા, રામજીભાઈ બાબરીયા, બાબુભાઈ બાબરીયા, અજીતભાઈ ખેરે,

રાતાભેરમાં મનસુખભાઈ પટેલ, હિતેષભાઇ, સંજયભાઈ સિણોજીયા, ભીખાભાઈ એરવાડીયા, પ્રભુભાઈ ચૌહાણ,

સાપકડામાં દલાભાઈ, મહિપાલસિંહ ઝાલા, ખુમાનસિંહ ઝાલા, લક્ષ્મણભાઈ મકવાણાએ તો

ટીકરમાં નિલેશભાઈ બાપોદરિયા, રસિકભાઈ, હિરેનભાઈ બાપોદરિયા, કમલેશભાઈ એરવાડીયાએ ચૂંટણી લડવા દાવેદારી નોંધાવી છે.

હવે જોવું રહ્યું કે છેલ્લી ઘડીએ આ દાવેદારોની સૂચિમાંથી કેટલા ઉમેદવારોના નામ ઇવીએમ મશીન સુધી પહોંચવામાં સફળ રહેશે.

- text