હળવદમાં આવતી જીલ્લા પંચાયતની 5 બેઠક માટે કોંગ્રેસમાંથી 16થી વધુએ નોંધાવી દાવેદારી

- text


કોંગ્રેસના નિરીક્ષકોએ દાવેદારોને સાંભળી સેન્સ લીધી:

હળવદ: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તારીખોની જાહેરાત કરતા જ મુખ્ય બે પાર્ટી સહિતની પાર્ટીઓમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે. હવે સમય ખૂબ ઓછો હોય તોડજોડની નીતિઓ શરૂ થઈ છે. જો કે, આ વાતાવરણ વચ્ચે કોંગ્રેસ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નિરીક્ષકો દ્વારા હળવદમાં આવતી પાંચ જિલ્લા પંચાયતની સીટ માટે દાવેદારી કરનારાઓને સાંભળવામાં આવ્યા હતા અને સેન્સ લેવાઈ હતી.

જેમાં હળવદમાં આવતી પાંચ જિલ્લા પંચાયતમાં 16 લોકોએ દાવેદારી નોંધાવી છે. આ તકે પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિમાયેલ નિરીક્ષક કરણદેવસીહ જાડેજા, કોગ્રેસ અગ્રણી હેમાંગભાઈ રાવલ, જીલ્લા કોગ્રેસ પ્રમુખ લલિતભાઈ કગથરા, જિલ્લા કાર્યકારી પ્રમુખ લક્ષ્મણભાઈ કણજરીયા, હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર રાણા સહિત કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હળવદમાં આવતી પાંચ જીલ્લા પંચાયત સીટ પર દાવેદારી કરનાર કાર્યકર્તાઓની યાદી જોઈએ તો,

સાપકડામાં હેમાંગભાઈ રાવલ,કૃષ્ણકાંત ભાઈ પટેલ,મનસુખભાઈ સરાવાડીયા,

ટીકરમાં સરોજબેન એરવાડીયા, રેખાબેન એરવાડીયા, કૈલાશબેન,

માથકમાંથી અનિરુદ્ધસિંહ ખેર, ખેંગારભાઈ કુકવાવા, રાજુભાઈ ડાભી, ગોરધનભાઈ કુંવરીયા, ચતુર ચરમારી

ઘનશ્યામપુરમાંથી અંકિતાબેન ખેર, વસંતબેન તારબુંદિયા,

- text

ચરાડવામાંથી નારણભાઈ સોનગરા, કાળુભાઇ ચૌહાણ, પ્રેમજીભાઈ દલવાડીએ ચૂંટણી લડવા માટેની દાવેદારી નોંધાવી હતી.

ઉપરોક્ત દાવેદારોમાંથી કોના શિરે ઉમેદવારીનો તાજ મુકાય છે એ આવનારા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. જો કે, વધુ દાવેદારોમાંથી જેમની પસંદગી ન થાય એવા કાર્યકરોમાં અસંતોષની લાગણી ન જન્મે એનું પણ કોંગ્રેસ મોવડી મંડળે ધ્યાન રાખવું પડશે.

- text