ગૌરવ : મોરબીની સ્કૂલના છાત્રોની NCSCમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી

- text


મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિરના ધોરણ-૧૦માં અભ્યાસ કરતા વિધાર્થીઓ ગાંધી રક્ષિલ વિમલભાઈ અને નાનવાણી તુષાર ચેતનભાઈએ તેમના શિક્ષક મયુરભાઈ ઠોરીયા તથા મયંકભાઈ રાધનપુરાના માર્ગદર્શન હેઠળ 28મા NCSC (નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ)માં Domestic garbage management (ઘરેલુ કચરાનું વ્યવસ્થાપન) પ્રોજેક્ટમાં રાજ્ય કક્ષાએ વિજેતા થઈને રાષ્ટ્રિય કક્ષા માટે પસંદગી પામેલ છે. જે શાળા પરિવાર, મોરબી જિલ્લા તેમજ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. તે બદલ શાળાના પ્રમુખ કિશોરભાઈ શુક્લ તેમજ શાળા પરિવાર તરફથી અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

- text

- text