વાંકાનેર તાલુકામાં 24,655 બાળકોને પલ્સ પોલિયો રસીના ટીપાં અપાયા

- text


વાંકાનેર : એક તરફ કોવિડ-19ના વેકસિનેશનનો વ્યાપક કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે ગઈકાલે પોલિયો રવિવાર હેઠળ મોરબી જિલ્લામાં તમામ તાલુકાઓમાં 0થી 5 વર્ષના બાળકોને પોલિયો ટીપાં પીવડાવવામાં આવ્યા હતા.

- text

વાંકાનેર તાલુકામાં ગઈકાલે રવિવારે 0થી 05 વર્ષના 24,655 બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. ઉપરોક્ત કાર્યક્રમ હેઠળ સૌથી સારી કામગીરી પીપળીયારાજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની રહી હતી. વાંકાનેર શહેરી વિસ્તારમાં 5267 બાળકોને પોલિયોના ટીપાં પીવડાવાયા હતા. જ્યારે બાકી રહી ગયેલા બાળકોને આજે સોમવારે અને મંગળવારે ઘેર ઘેર જઈ ટીપાં પીવડાવવામાં આવશે. પલ્સ પોલિયો રસીકરણ અભિયાનને સફળ બનાવવા માટે સઘન મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. જેમાં મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરીફ શેરસીયા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ. કતીરાએ સતત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

- text