હળવદ : એગ્રી કલ્ચર કારખાનામાંથી ૬૦૦ કીલો લોખંડની ચોરી

- text


 

કારખાનાના માલિકે અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી

હળવદ : હળવદ નજીક આવેલા એગ્રી કલ્ચર કારખાનામા તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરો આ એગ્રી કલ્ચર કારખાનામથી ૬૦૦ કીલો લોખંડના માલ સમાનની ચોરી કરી ગયા હતા.આ બનાવ અંગે કારખાનાના માલિકે અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

આ ચોરીના બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ કણબીપરા વિસ્તારમાં રહેતા અતુલભાઇ પરષોતમભાઇ જામરીયા (ઉ.વ.૩૧) એ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૯ ના રોજ માળીયા હળવદ હાઇવે રોડ આઇસર ટ્રેકટરના શોરૂમ સામે આવેલ ફરીયાદીના એગ્રી કલ્ચર કારખાનાનું કામ ચાલુ હોવાથી આ કામ માટે લોખંડનો સમાન લાવીને ખુલ્લામાં રાખ્યો હતો.આથી અજાણ્યા શખ્સોએ કારખાનાના કામ માટે લાવેલ લોખડમાથી ૧૦ એમ.એમની ભારી નંગ-૫ તથા ૧૨ એમ.એમ. ની ભારી નંગ -૫ મળી કુલ ૧૦ ભારી જે લોખડ નુ વજન આશરે ૬૦૦ કીલો કુલ કિમત રૂપીયા ૩૬૨૦૦ ના મુદામાલની ચોરી કરી ગયા હતા.આ બનાવ અંગે તેમણે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.

- text